Not Set/ કોરોનાની વેક્સિન મામલે ભારતને વધુ એક સફળતા, આ કંપનીએ રસીના ઇમર્જન્સી ઉપયોગ માટે માંગી મંજૂરી

કંપનીએ ઝાયકોવ ડી વેક્સિનના 12 કરોડ ડોઝનું વાર્ષિક ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ZyCoV-Dને મંજૂરી મળે છે તો આ દેશની પાંચમી એપ્રૂવડ વેક્સિન હશે.

Top Stories Gujarat Others
a 4 કોરોનાની વેક્સિન મામલે ભારતને વધુ એક સફળતા, આ કંપનીએ રસીના ઇમર્જન્સી ઉપયોગ માટે માંગી મંજૂરી

ભારતમાં વધુ એક કંપનીની વેક્સિન તૈયાર થઇ ગઇ છે અને તેણે ઇમર્જન્સી યુઝ માટે મંજૂરી માગી દીધી છે. 12થી 18 વર્ષના લોકો માટે ઝાયડસ કેડિલાએ તેની કોરોના વેક્સિન ZyCoV-Dના ઈમર્જન્સી ઉપયોગ માટે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા પાસેથી મંજૂરી માગી છે. કંપનીએ ઝાયકોવ ડી વેક્સિનના 12 કરોડ ડોઝનું વાર્ષિક ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ZyCoV-Dને મંજૂરી મળે છે તો આ દેશની પાંચમી એપ્રૂવડ વેક્સિન હશે.

બે દિવસ પહેલાં જ અમેરિકાની કંપની મોડર્નાને કોરોના વેક્સિન DGCIએ મંજૂરી આપી છે. એ પહેલાં કોવિશીલ્ડ, કોવેક્સિન અને સ્પુતનિક-Vને એપ્રૂવલ મળ્યું હતું. ભારતમાં હાલ લગાવવામાં આવી રહેલી વેક્સિન ડબલ ડોઝ છે. જોકે ZyCoV-D વેક્સિન આ તમામથી અલગ છે. આ ભારતીય વેક્સિનના એક કે બે નહિ, પરંતુ ત્રણ ડોઝ લગાવવામાં આવશે.

આ પણ વાંચો : દેશ અને દુનિયામાં કોરોનાનાં વધતા કેસ ચિંતાનો વિષય, કુલ મોતની સંખ્યામાં અમેેરિકા ટોપ પર

ZyCoV-D એક DNA-પ્લાઝ્મિડ વેક્સિન છે. આ વેક્સિન શરીરની ઈમ્યુનિટી વધારવા માટે જિનેટિક મટીરિયલનો ઉપયોગ કરે છે. જે રીતે અમેરિકા સહિત ઘણા દેશોમાં લાગી રહેલી ફાઈઝર અને મોડર્ના વેક્સિન ઈમ્યુનિટી વધારવા માટે mRNAનો ઉપયોગ કરે છે, એ રીતે પ્લાઝ્મિડ-DNAનો ઉપયોગ કરે છે.

કંપની દ્વારા ડ્રગ કંટ્રોલ ઓથોરીટી ઓફ ઈન્ડીયા સમક્ષ આ વેક્સિનની ત્રીજા તબકકાની કલીનીકલ ટ્રાયલ 28000થી વધુ વોલીયન્ટર્સ પર કરવામાં આવી હતી અને તેના પરિણામો તે તારણો રજુ કરાયા હતા અને તેમાં વેકસીન સલામત તથા અસરાકારક હોવાનું જાહેર થયુ છે. આ વેકસીનને ઝાયકોવ-ડી-બ્રાન્ડ નામ અપાયું છે અને તેનો 12થી18 વર્ષના ઉપરના બાળકો પર પણ સફળ પ્રયોગ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : 12 વર્ષીય અભિમન્યુ મિશ્રા બન્યો ચેસ ઇતિહાસમાં સૌથી યુવા ગ્રાન્ડમાસ્ટર, તોડ્યો 19 વર્ષનો જૂનો રેકોર્ડ

DCGIની મંજૂરી મળ્યા બાદ ભારત બાયોટેકની ‘કોવેક્સીન’ પછી આ બીજી સ્વદેશી રસી હશે. આ કોરોના વાયરસ સામે વિશ્વની પ્રથમ ડીએનએ રસી પણ હશે. ઝાયકોવ-ડી એ ડીએનએ રસી છે, જે વાયરસના તે ભાગના આનુવંશિક કોડનો ઉપયોગ કરે છે. જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે. આ રસી કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય બાયોફર્મા મિશનની મદદથી બનાવવામાં આવી રહી છે. આ રસીના ત્રણ ડોઝ આપવામાં આવશે. જેમાં પ્રથમ ડોઝ પછી 28 દિવસ અને 56 દિવસ પછી બીજો અને ત્રીજો ડોઝ લેવામાં આવશે.

આ વિશે કંપનીએ કહ્યું કે, બે ડોઝ રસીકરણ અંગે પણ કામ ચાલી રહ્યું છે. આ રસી 2-8 ડિગ્રી તાપમાને સંગ્રહિત કરી શકાય છે અને થોડા સમય માટે 25 °સે પણ રાખી શકાય છે. ડિસેમ્બર સુધી 5 કરોડ રસીના ડોઝનું ઉત્પાદન થશે.

આ પણ વાંચો : દૂધ બાદ હવે LPG ઘરેલું ગેસ સિલિન્ડરનાં ભાવમાં વધારો, જાણો કેટલી થઇ કિંમત