Ahmedabad/ આર્થિક સંકળામણે લીધો વધુ એક વ્યક્તિનો ભોગ અમદાવાદમાં ત્રણ દિવસમાં બીજી આત્મહત્યાની ઘટના

આર્થિક સંકળામણએ લીધો વધુ એક વ્યક્તિનો ભોગ અમદાવાદમાં ત્રણ દિવસમાં બીજી આત્મહત્યાની ઘટના

Ahmedabad Gujarat
@ભાવેશ રાજપૂત, અમદાવાદ 
કોરોના કાળમાં ધંધા વેપાર બંધ રહેવાને કારણે અનેક લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા ત્યારે તેની અસર અત્યારે પણ જોવા મળી રહી છે..બે દિવસ પહેલા વિશાલા રાજયશ કોમ્પ્લેક્સમાં ગણીતના શિક્ષકે આત્મહત્યા કરી હતી ત્યારે આજે  અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી કેમ્બે હોટલ પાસેના એનિગ્મા ફ્લેટમાં એક યુવકે ઝંપલાવીને આપઘાત કર્યો હતો આપઘાતનું કારણ આર્થિક સંકળામણ હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદના સરખેજ હાઇવે પર આવેલા સફલ પરિસરમાં ગ્રીન ગેઇન સોલાર સોલ્યુશન નામની કંપનીના ડાયરેક્ટર અંકિત ટાંકે થલતેજમાં પોતાના નિવાસસ્થાનેથી સાતમા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પાછળનું કારણ કંપનીમાં નુકસાન અને ડિપ્રેશન હોવાનું સામે આવ્યું છે..સોલા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
મૃતક અંકિત ટાંક મૂળ રાજસ્થાનનો રહેવાસી હોવાનું તેમજ અમદાવાદમાં છેલ્લા ઘણાં સમયથી રહેતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે તપાસ કરતા તેના ઘરમાંથી એલોપેથી દવાઓ મળી આવી છે. સોલા પોલીસે આત્મહત્યા કરનાર યુવકના પરિવારનો સંપર્ક કરી વધુ તપાસ હાથ ધરી છે.

PM MODI / ખેડૂત દિવસે પ્રધાનમંત્રી મોદીએ ચૌધરી ચરણસિંહને આ શબ્દોમાં પા…

રાજકોટ / આખરે તંત્રનું નક્કર તરફ પ્રયાણ, ફાયર એનાઓસી મેળવ્યા વિના દર્…

Gujarat / આ તારીખથી ગુજરાત હાઈકોર્ટના જજીસ ઘરે બેસીને કેસની સુનાવણી કર…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…