Rajkot News/ રાજકોટમાં ઘરમાં જ ગાંજાનું વાવેતર, નવાગામમાંથી 4.52 લાખના 15 છોડ ઝડપાયા

રાજકોટના નવાગામમાં ઘરમાં કરાયેલા ગાંજાના વાવેતર (Ganja Cultivation) સામે એરપોર્ટ પોલીસે દરોડો પાડ્યો, 4.52 લાખના 15 છોડ અને મોબાઈલ જપ્ત, આરોપીએ કબૂલાત કરી

Rajkot Gujarat Breaking News
Ganja Cultivation

Rajkot News: રાજકોટમાં ગાંજાનું વાવેતર (Ganja Cultivation) હવે સ્થાનિક સ્તરે જ થવા લાગ્યું હોવાનું પોલીસ કેસો પરથી સામે આવ્યું છે. રાજકોટ તાલુકાના નવાગામ (બામણબોર)માં એરપોર્ટ પોલીસે એક ઘરમાં દરોડો પાડી 4.52 લાખની કિંમતના 9.050 કિલો વજનના 15 લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા છે. યુવા પેઢીને નશીલા પદાર્થોથી દૂર રહેવા નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ અપીલ કરી રહ્યા છે, ત્યારે નશાનો કારોબાર વધતો જાય છે. આ પહેલા શહેરના સીમાડે આવેલી વાડીમાં પણ આવા વાવેતર મળી આવ્યા હતા.

Ganja Cultivation : નવાગામમાં ઘરમાંથી 4.52 લાખનો ગાંજો ઝડપાયો

પોલીસસૂત્રો અનુસાર એરપોર્ટ પોલીસ (Airport Police) સ્ટેશનના પી.આઈ. કે.પી. તરેટીયાના માર્ગદર્શનમાં બાતમીના આધારે નવાગામ (બામણબોર)માં રહેતા સવજી રામજીભાઈ જાપડીયા (ઉ.વ.48)ના ઘરે દરોડો પડાયો હતો. પોલીસે ગાંજાના નાનામોટા 15 લીલા છોડ અને મોબાઈલ ફોન કબજે કર્યા છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે તેણે છ મહિના પહેલા ઘરમાં જ આ માદક પદાર્થનું વાવેતર કર્યું હતું અને મંદિરમાં કેટલાક ગંજેરીઓને ગાંજો આપતો હતો. તેણે બીજ ક્યાંથી મેળવ્યા તે સહિતની વિગતો માટે તપાસ ચાલુ છે.

કોઠારીયાનો યુવક ગાંજાના વેચાણ સાથે ઝડપાયો

બીજા બનાવમાં પંચશીલ સોસાયટી મેઈન રોડ પર ગોકુલધામ આવાસ ક્વાર્ટર પાસે મધર ટેરેસા પ્રાથમિક શાળા નજીક ગાંજાના વેચાણ (Ganja Sale) માટે આવેલો આર્યન હર્ષદભાઈ મકવાણા (રહે. આસોપાલવ પાર્ક, કોઠારીયા) પકડાયો હતો. તેની પાસેથી રૂ. 168ની કિંમતનો 33.51 ગ્રામ ગાંજો અને બે મોબાઈલ ફોન મળ્યા છે. આ ગાંજો વેચાણ માટે રાખ્યો હોવાનું ખુલ્યું છે.

9.68 લાખના નશીલા પદાર્થના ગુનાનો આરોપી અમદાવાદથી ઝડપાયો

રાજકોટમાં 9,68,035 રૂપિયાની કિંમતનું મેફેડ્રોન (Mephedrone), હાઈબ્રીડ ગાંજો, સૂકો ગાંજો અને ચરસ મળી આવ્યાના ગુનામાં નાસતા ફરતા પ્રવીણ વસંતભાઈ પરબ (ઉ.48)ને અમદાવાદના નવા નરોડા વિસ્તારમાંથી ઝડપી લેવાયો છે. રાજકોટ પેરોલ ફર્લો સ્ક્વોડ (Parole Furlough Squad)એ તેને અંબિકા પાર્ક કો.ઓપ. સોસાયટી ખાતેથી પકડ્યો હતો.

વ્યસનથી શરૂ થાય છે નશાનું નેટવર્ક

રાજકોટમાં યુવા પેઢીને ખતમ કરી રહેલા કેફીદ્રવ્યોના નેટવર્ક (Drug Network)ની શરૂઆત વ્યસનથી થાય છે. યુવાનોને કોલ્ડડ્રીંકમાં અજાણતા કે જાણી જોઈને નશીલું દ્રવ્ય અપાય છે અને વ્યસન લાગ્યા પછી તેમને જ વેચાણમાં જોડી દેવાય છે. શહેરમાં પહેલા ગાંજાનું છૂટછવાયું સેવન થતું, પછી હેરાફેરી વધી અને હવે રાજકોટ આસપાસ જ તેનું વાવેતર થવા લાગ્યું છે. તાજેતરમાં ગાંજાના નશામાં માત્ર “સામું કેમ જોયું” જેવા નજીવા મુદ્દે ભરબજારે હત્યા થયાનો બનાવ પણ પોલીસ દફ્તરે નોંધાયો છે.


આ પણ વાંચો: ગોધરાના કંથુથાંભલામાં ગાંજાના 502 લીલાછમ છોડનું ખેતર ઝડપાયું, રૂ.4.62 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

આ પણ વાંચો: વડોદરાના તાંદલજામાં ANTFનો દરોડો, 4.463 કિલો ગાંજા સાથે બે શખ્સ ઝડપાયા

આ પણ વાંચો: ગાંધીનગરમાં ગાંજાના કેસમાં ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટરના ભત્રીજાઓનાં નામ સામે આવ્યાં