ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે (Anupam Kher)હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને થિયેટરમાં ચાર દાયકાથી વધુ સમય સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. તેમની આ શાનદાર અને દીર્ઘકાલીન કારકિર્દીની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવામાં આવી રહી છે. હાલમાં જ અમેરિકાના ઓહાયો (Ohio) રાજ્ય દ્વારા તેમને એક વિશેષ ‘સ્પેશિયલ પ્રોક્લેમેશન’ (Special Proclamation) એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન તેમની 40 વર્ષની ફિલ્મી સફળતા અને તેમના જાણીતા લાઈવ સ્ટેજ શો ‘જાને પહચાને અનજાને’ માટે આપવામાં આવ્યું છે.
Anupam Kher : કોલંબસમાં લાઈવ શો દરમિયાન મળ્યું ગૌરવશાળી સન્માન
અમેરિકાના કોલંબસ શહેરમાં આયોજિત લાઈવ શો દરમિયાન અનુપમ ખેરને આ બહુમાન મળ્યું હતું. તેમણે આ ક્ષણની ખાસ તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરીને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ઓહાયોના ગવર્નર માઈક ડિવાઈન (Mike Divine)અને લેફ્ટનન્ટ ગવર્નર જિમ ટ્રેસલ (Jim Tressel)નો આભાર માનતા જણાવ્યું હતું કે, માતૃભૂમિથી આટલે દૂર વિદેશી ધરતી પર આવું ભવ્ય સ્વાગત અને સન્માન મળવું એ તેમના માટે અત્યંત ભાવુક અને અવિસ્મરણીય અનુભવ છે.
ભારતીય સિનેમા અને શોની ટીમને આપ્યો શ્રેય
પોતાની પ્રતિભાવ આલેખતા અનુપમ ખેરે કહ્યું કે તેઓ આ સન્માનને ભારે વિનમ્રતાથી સ્વીકારે છે અને તેનો પૂરો શ્રેય ભારતીય ફિલ્મ ઉદ્યોગને આપે છે જેણે તેમને આ ઓળખ અપાવી છે. 1984માં મહેશ ભટ્ટની સુપરહિટ ફિલ્મ ‘સારાંશ’થી પોતાની અભિનય યાત્રા શરૂ કરનારા અનુપમ ખેરે ‘રામ લખન’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘કુછ કુછ હોતા હૈ’ અને ‘સ્પેશિયલ 26’ જેવી દસકાઓ સુધી યાદ રહી જાય તેવી અનગણિત ફિલ્મોમાં અદ્ભુત કામ કર્યું છે.
આ પણ વાંચો :‘મહાભારત’ના ભીમ સૌરવ ગુર્જરની ધરપકડ, મહિલા શોષણનો આરોપ
આ પણ વાંચો :‘બિગ બોસ 20’માં કોણ બન્યું દર્શકોનું ચહીતું? આ અઠવાડિયે આ 5 કન્ટેસ્ટન્ટ્સે પોપ્યુલારિટી ચાર્ટમાં મારી બાજી
આ પણ વાંચો :શાહરૂખ ખાનની ‘કિંગ’માં થઈ આ અભિનેતાની ધમાકેદાર એન્ટ્રી
