Not Set/ અનુપમ ખેરે પત્ની કિરણને બ્લડ કેન્સર હોવાની કરી પુષ્ટિ, કહ્યું – તે હમેશાંથી ફાઇટર રહી છે

બોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપ નેતા કિરણ ખેર બ્લડ કેન્સરથી ગ્રસ્ત છે. હાલમાં કિરણ ખેરની સારવાર મુંબઇની એક હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.

Entertainment
A 8 અનુપમ ખેરે પત્ની કિરણને બ્લડ કેન્સર હોવાની કરી પુષ્ટિ, કહ્યું - તે હમેશાંથી ફાઇટર રહી છે

બોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપ નેતા કિરણ ખેર બ્લડ કેન્સરથી ગ્રસ્ત છે. હાલમાં કિરણ ખેરની સારવાર મુંબઇની એક હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. કિરણની તબિયતની જાણકારી તેના પતિ અને અભિનેતા અનુપમ ખેર દ્વારા પણ કરવામાં આવી છે અને પ્રાર્થના બદલ ચાહકોનો આભાર પણ માન્યો છે.

અનુપમ ખેરએ ટ્વીટ કર્યું, ‘ઘણી બધી અફવાઓ છે કે પરિસ્થિતિમાં સુધર નથી થઇ રહ્ય. સિકંદર અને હું બધાને જણાવવા માંગીએ છીએ કે કિરણના બ્લડ કેન્સર ડાયગ્નોઝ થઇ ચુક્યું છે. તેણીની સારવાર હજી ચાલુ છે અને અમને વિશ્વાસ છે કે તે સમય પૂર્વે સ્વસ્થ થઈ જશે. તેને ડોકટરોની સંપૂર્ણ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો :સિંગર અને સંગીતકાર બપ્પી લાહિરી કોરોના સંક્રમિત, મુંબઈની આ હોસ્પિટલમાં કરાયા દાખલ

અનુપમે આગળ લખ્યું છે, ‘કિરણ હંમેશા ફાઇટર રહી છે અને પરિસ્થિતિનો સખત સામનો કર્યો છે. તે ખૂબ જ દયાળુ છે, તેથી તેને ઘણા લોકોનો પ્રેમ મળી રહ્યો છે. તેથી, તમે બધા પ્રાર્થના કરતા રહો. તે જલ્દીથી સ્વસ્થ થવાના માર્ગ પર છે અને અમે બધાના પ્રેમ માટે આભારી છીએ.

ભાજપના નેતાએ આપી માહિતી

ચંદીગઢનાં ભાજપ અધ્યક્ષ અરૂણ સૂદે બુધવારે વિશેષરૂપથી બોલાવેલી પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં કહ્યું કે, 68 વર્ષિય બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કિરણ ખેરને ગયા વર્ષે આ રોગની જાણ થઇ હતી. હાલ તે સારવાર બાદ સ્વસ્થ થઈ રહ્યા છે. સૂદે એમ પણ કહ્યું હતું કે, તાજેતરનાં ટેસ્ટમાં જાણવા મળ્યું છે કે, આ રોગ હવે તેમના હાથ અને ખભાથી ખતમ થઈ રહ્યો છે. સૂદે એમ પણ કહ્યું હતું કે, “જો કે તેણી ચાર મહિનાની સારવાર બાદ સ્વસ્થ થઈ રહ્યા છે અને હવે તે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ નથી, તેમ છતાં, તેમને સારવાર માટે નિયમિતપણે હોસ્પિટલમાં જવું પડશે.”

આ પણ વાંચો : “તુજે ભૂલના તો ચાહા”ના સુંદર ટ્રેક સાથે અભિષેકસિંહનું કમબેક

 આપને જણાવી દઈએ કે, કિરણે ખેર વર્ષ 1990 માં દિગ્દર્શક શ્યામ બેનેગલની ફિલ્મ સરદારી બેગમ સાથે હિન્દી સિનેમામાં પગ મૂક્યો હતો, તેમને આ ફિલ્મ માટે ઘણા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં, અભિનેત્રીને ઋતુપર્ણા ઘોષની બંગાળી ફિલ્મ બેરીવાલી માટે રાષ્ટ્રીય એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, પાર્ટીએ કિરણ ખેર વિશે તેમના પર ઉઠી રહેલા સવાલ બાદ હેલ્થ અપડેટ આપી છે. કિરણ ખેર લાંબા સમયથી ચંદીગઢથી ગુમ હતા, જેના કારણે વિપક્ષીય પાર્ટીઓ તેમના પર સવાલ ઉભા કરી રહ્યા હતા. સૂદે કહ્યું છે કે, ગયા વર્ષે ડિસેમ્બર સુધી કિરણ ચંદીગઢમાં હતા અને બિમારીનાં કારણે તેમને બહાર ન આવવાની સલાહ આપવામાં આવી હતી.

આ પણ વાંચો :હિના ખાનની જબરદસ્ત સ્ટાઇલ, પોલ્કા ડોટ પિંક ડ્રેસ અને બ્લેક ગોગલ્સમાં બીચ આપ્યો હોટ પોઝ