Not Set/ ગાંધીનગર ટીચર યુનિવર્સિટીના પ્રિન્સિપાલની નિમણૂંક ગેરકાયદેસર ..?

ગાંધીનગર ટીચર યુનિવર્સિટીના પ્રિન્સિપાલની નિમણૂંક ગેરકાયદેસર થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગાંધીનગર એનએસયુઆઇના પ્રમુખ અમિત પારેખે દાવા સાથે આ મુદ્દે લોકાયુક્તમાં ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2013-14 માં યુનિવર્સિટી દ્વારા પ્રિન્સિપાલની કાયમી ભરતી માટે જાહેરાત આપવામાં આવી હતી.  આ જાહેરાત અનુસાર પ્રિન્સિપલ બનવા માટેની જે કોઇ લાયકાતો હતી, તે માટેની લાયકાતો નહી હોવા છતાં તે […]

Uncategorized
bapu 17 ગાંધીનગર ટીચર યુનિવર્સિટીના પ્રિન્સિપાલની નિમણૂંક ગેરકાયદેસર ..?

ગાંધીનગર ટીચર યુનિવર્સિટીના પ્રિન્સિપાલની નિમણૂંક ગેરકાયદેસર થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગાંધીનગર એનએસયુઆઇના પ્રમુખ અમિત પારેખે દાવા સાથે આ મુદ્દે લોકાયુક્તમાં ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2013-14 માં યુનિવર્સિટી દ્વારા પ્રિન્સિપાલની કાયમી ભરતી માટે જાહેરાત આપવામાં આવી હતી.  આ જાહેરાત અનુસાર પ્રિન્સિપલ બનવા માટેની જે કોઇ લાયકાતો હતી, તે માટેની લાયકાતો નહી હોવા છતાં તે સમયના વાઇસ ચાન્સેલર કમલેશ જોષીપુરા દ્વારા પ્રિન્સિપલ તરીકે કલ્પેશ પાઠકની ભરતી કરાઇ હતી.

ગાંધીનગર એનએસયુઆઇના પ્રમુખ અમિત પારેખે – ગાંધીનગર ટીચર યુનિવર્સિટીના પ્રિન્સિપાલ ની નિમણુંક ગેરકાયદેસર હોવાનો દાવો કર્યો છે. અને આ મુદ્દે લોકાયુક્તમાં ફરિયાદ નોંધાવી છે. અને આ  આ ભરતી નિયમોનુસાર નહી હોવાનો દાવો ગાંધીનગર એનએસયુઆઇ પ્રમુખે કર્યો છે. અને આ દાવા સાથે અમિત પારેખે પૂરાવા સ્વરુપે યુનિવર્સિટીનો કેગનો ઓડીટ રિપોર્ટ લોકયુક્તમાં રજૂ કર્યો છે. પ્રિન્સિપલ ની ભરતી માટેની જાહેરાતની કોપી, યુનિવર્સિટી એક્ટ અને આરટીઆઇ થી મેળવેલી માહિતી પણ સાથે ટાંકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.