નિમણૂક/ રેલવે બોર્ડના નવા અધ્યક્ષ તરીકે વિનય કુમાર ત્રિપાઠીની નિમણૂક

વિનય કુમાર ત્રિપાઠીને રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

India
રેલવે્ રેલવે બોર્ડના નવા અધ્યક્ષ તરીકે વિનય કુમાર ત્રિપાઠીની નિમણૂક

વિનય કુમાર ત્રિપાઠીને રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) એ શુક્રવારે ત્રિપાઠીની નિમણૂકને મંજૂરી આપી હતી. શુક્રવારે નિવૃત્ત થયેલા સુનીત શર્માના સ્થાને વિનય કુમાર ત્રિપાઠીની નિમણૂક કરવામાં આવી છે.

ત્રિપાઠી હાલમાં ઉત્તર-પૂર્વ રેલ્વે, ગોરખપુરના મહાનિર્દેશક તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ઈન્ડિયન રેલવે સર્વિસ ફોર ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ (IRSEE) દ્વારા ભારતીય રેલવેમાં જોડાયા. તેમની પ્રથમ નિમણૂક ઉત્તર રેલવેમાં સહાયક વિદ્યુત ઈજનેર તરીકે થઈ હતી.

તેમણે ઉત્તર, મધ્ય અને પશ્ચિમ રેલવેના વિદ્યુત વિભાગોમાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. ત્રિપાઠી ઉત્તર મધ્ય રેલ્વેના ડિવિઝનલ રેલ્વે મેનેજર, પશ્ચિમ રેલ્વેમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ અને ચીફ ઇલેક્ટ્રિકલ લોકોમોટિવ એન્જિનિયર અને રેલ્વે બોર્ડમાં એડિશનલ મેમ્બર (ટ્રેક્શન) પણ રહી ચુક્યા છે