જુનાગઢ/ શું તમે ગિરનાર સફારી પાર્ક જવાનું વિચારી રહ્યા છો ? તો પહેલા વાંચીલો આ સમાચાર…

અચાનક જ ગિરનાર નેચર સફારી બંધ કરાતા પ્રવાસીઓમાં રોષ જોવા મળ્યો છે. મહત્વનું કે ૧૬ ઓક્ટોબરથી ગીર અભયારણ્ય અને ગિરનાર સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

Gujarat
Untitled 138 શું તમે ગિરનાર સફારી પાર્ક જવાનું વિચારી રહ્યા છો ? તો પહેલા વાંચીલો આ સમાચાર...

સમગ્ર રાજયમાં દિવાળી માહોલ  સારો જામ્યો હતો. લોકોએ લગભગ 2 વર્ષ બાદ  ઉત્સાહથી આ તહેવારની ઉજવણી કરી હતી.લાખો લોકો  દિવાળીની રજાઓ માં બારે ફરવા પણ ગયા હતા. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં  આ તહેવારનું ખુબજ વધુ પડતું મહત્વ જોવા મળી રહ્યું છે .  લોકો દિવાળી રજાઓમાં  ગીર સોમનાથ, ધાર્રી, સફારી પાર્ક, આ ઉપ્રનત દીવ માં પણ લોકોની ભારે ભીડ જોવા  મળી હતી. ત્યારે  સામાન્ય રીતે ચોમાસું પૂરુ થતા ગીર અભયારણ્ય અને ગિરનાર સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. પરંતુ અચાનક જ ગિરનાર સફારી પાર્ક   પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે .

આ પણ વાંચો ;Cricket / ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયામાં સંજુ સેમસને ન મળી જગ્યા, પસંદગી સમિતિ પર કરી આડકતરી રીતે ટીકા

ગીર પરિક્રમાને લઈને દસ દિવસ સુધી સફારી બંધ કરવામાં આવી છેનોંધનીય છે કે આજથી તા.19 સુધીનુ ઓનલાઈન બુકીંગ પણ કરવાનું બંધ કર્યું છે. પરિક્રમાના રૂટ પર સફારી રુટ આવતો હોવાથી આ નિર્ણય લેવાયો છે. આ વખતે   હજુ પરિક્રમા યોવાની છે કે નહિ તે પણ હજુ નક્કી નથી  તેની સરકાર દ્વારા આવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અચાનક જ ગિરનાર નેચર સફારી બંધ કરાતા પ્રવાસીઓમાં રોષ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ૧૬ ઓક્ટોબરથી ગીર અભયારણ્ય અને ગિરનાર સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. સિંહ દર્શન કરવા જતા પ્રવાસીઓએ સરકાર દ્વારા કોરોના અંગેની ગાઈડલાઈન મુજબ માસ્ક,સોશિયલ ડિસ્ટન્સ સહિતની બાબતનું પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો ;વિવાદ / મુશ્કેલીમાં ફસાયો અલ્લુ અર્જુન, કાનૂની નોટિસ મોકલશે તેલંગાણા RTC