ગુજરાત BJP દ્વારા CAAના સમર્થનમાં PM મોદીને અભિનંદન આપવા પોસ્ટકાર્ડ લખવાનું અભિયાન હાથ ધરાયું છે. ત્યારે વિવિધ શાળાઓમાં પણ બાળકોને દબાણ પૂર્વક પોસ્ટ કાર્ડ લખવાનો મામલો સામે આવી રહ્યો છે.
આ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડીયાએ પોતાના ફેસબુક પર એક પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું છે. અમદાવાદના ચાંદખેડામાં આવેલ પ્રગતિ હાઈસ્કુલમાં વિદ્યાર્થીઓ પર દબાણ કરીને CAAના સમર્થનમાં પ્રધાનમંત્રીને પોસ્ટકાર્ડ લગવાની ફરજ પડાઈ છે. તેમને પોતાની પોસ્ટ સાથે વિદ્યાર્થીની અને વાલીનો એક વિડીયો પણ પોસ્ટ કર્યો છે.
બાળકોનો રાજનૈતિક ઉપયોગ શરમજનક બાબત છે.
ભાજપ સરકારની અણઘડ અને ટુંકા રાજકીય દ્રષ્ટિકોણ ને કારણે ગુજરાતનું શિક્ષણતંત્ર ખાડે ગયેલ છે.. ત્યારે શિક્ષણનું સ્તર સુધારવાની જગ્યાએ શાળાઓ પર દબાણ કરીને આવા અનેક તાયફા કરાવતા ભાજપના નેતાઓને લાજ પણ આવતી નથી. શિક્ષકો તીડ ઉડાડે, સમારોહમાં ભોજનનો થતો બગાડ અટકાવે અને હવે CAA ના સમર્થનમાં બાળકો પાસે પોસ્ટકાર્ડ લખાવે. તો પછી શિક્ષણકાર્ય ક્યારે થશે??
https://www.facebook.com/arjunmodhwadia.official/videos/175896573515983/
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
