Gujarat News: પશ્ચિમ બંગાળ (West Bengal)માં હિંદુઓ પર થઈ રહેલી હિંસાના વિરોધમાં VHP અને બજરંગ દળ દ્વારા આજે સમગ્ર રાજ્યમાં વિરોધ થઈ રહ્યો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટમાં ઠેર ઠેર કાર્યકરોનું પોલીસ સાથે ઘર્ષણ થઈ રહ્યું છે. મુર્શિદાબાદ (Murshidabad)માં થયેલી હિંદુઓની હત્યા અંગે NIAને તપાસ સોંપવાની માગ કરાઈ હતી.
આજે અમદાવાદ શહેરમાં સુભાષ બ્રિજ ખાતે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળ (West Bengal)ના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું પૂતળું સળગાવી દેવામાં આવ્યું હતું. આ મામલે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળનાં કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતાં તેમની અટકાયત કરવામાં આવી હતી. વડોદરા સહેરમાં પ. બંગાળ (West Bengal)માં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગ કરાઈ હતી, તેમજ VHP દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી. મમતા સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરાયા હતા. જીલ્લા કલેક્ટર કચેરી ખાતે કાર્યકર્તાઓએ હનુમાન ચાલીસા, રામધૂન બોલાવી હતી.

VHPનાં મહામંત્રી વિષ્ણુ પ્રજાપતિએ જુસ્સા સાથે જણાવ્યું કે, બંગાળમાં વકફ બોર્ડ બિલના વિરોધ પર થઈ રહેલા હિંદુઓ પર અત્યાચાર ગુજારાતાં હિંદુ સંગઠનો આ ચલાવી નહીં લે. જો હિંદુઓ પર થતી હિંસા અટકશે નહીં તો દેશભરમાં વિરોધ થશે. રાજકોટ શહેરમાં મુર્શિદાબાદ (Murshidabad)માં થયેલી હિંદુઓ પર થતી હિંસા, લૂંટફાટ, તોફાન, હત્યા મામલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને તપાસ સોંપવાની માગ કરવામાં આવી છે તેમજ રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
પશ્ચિમ બંગાળ (West Bengal)ના મુર્શિદાબાદ (Murshidabad)માં વક્ફ કાયદાના વિરોધમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી. હિંસા દરમિયાન થયેલા ગોળીબારમાં એક યુવાન ઘાયલ થયો હતો. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીએસએફ સૈનિકો પર હુમલો કરવાના આરોપો છે. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે BSF દ્વારા 2 થી 3 રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી હતી.

પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ દ્વારા પશ્ચિમ બંગાળમાં અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. શુક્રવારે અગાઉ અનેક વાહનોમાં આગ લગાવવામાં આવી હતી અને સુરક્ષા દળો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વક્ફ કાયદાના વિરોધમાં માલદા, મુર્શિદાબાદ, દક્ષિણ 24 પરગણા સહિત પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં હિંસા ફાટી નીકળી હતી.
આ પણ વાંચો:વક્ફ વિરોધી આંદોલનના રમખાણોના પગલે બંગાળના મુર્શિદાબાદમાંથી 500 હિંદુઓનું પલાયન
આ પણ વાંચો:પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ફરી એકવાર હિંસા ભડકી, 2-3 રાઉન્ડ ગોળીબાર, એક યુવક ઘાયલ
આ પણ વાંચો:મુર્શિદાબાદમાં મંત્રી પર બોમ્બ વડે હુમલો, કોલકાતામાં શુભેન્દુ અધિકારીના કાફલા પર પથ્થરમારો
