Bollywood/ કરીના કપૂરનો ભાઈ અરમાન જૈન પહોંચ્યો ED ઓફિસ, મની લોન્ડરિંગ કેસમાં થશે પૂછપરછ

આ કેસમાં શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાયક અને બાદમાં પ્રતાપના પુત્ર વિહંગ સરનાયકની પણ પૂછપરછ કરવામાં આવી છે. અરમાન જૈન વિહંગ સરનાકની નજીક હોવાનું કહેવાય છે અને અરમાન સાથે વિહંગની વ્હોટ્સએપ ચેટ પર આધારિત, ઇડીએ અરમાન જૈનને સમન્સ આપ્યું છે.

Entertainment
a 205 કરીના કપૂરનો ભાઈ અરમાન જૈન પહોંચ્યો ED ઓફિસ, મની લોન્ડરિંગ કેસમાં થશે પૂછપરછ

રણબીર કપૂર અને કરીના કપૂરનો કઝીન ભાઈ અરમાન જૈન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસ પહોંચ્યો છે. તાજેતરમાં જ તેને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. અરમાન જૈન પર મની લોન્ડરિંગના આરોપ છે.

આ કેસમાં શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાયક અને બાદમાં પ્રતાપના પુત્ર વિહંગ સરનાયકની પણ પૂછપરછ કરવામાં આવી છે. અરમાન જૈન વિહંગ સરનાકની નજીક હોવાનું કહેવાય છે અને અરમાન સાથે વિહંગની વ્હોટ્સએપ ચેટ પર આધારિત, ઇડીએ અરમાન જૈનને સમન્સ આપ્યું છે. અભિનેતા રાજીવ કપૂરના અવસાનના થોડા કલાકો પહેલા ઇડીએ અરમાન જૈનના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન, અરમાન જૈનની ખાનગી ફોર્મ સાથે સંબંધિત મની લોન્ડરિંગના મામલામાં કડી હોવાના પુરાવા મળ્યાં હતાં.

આ પણ વાંચો : દિયા મિર્ઝાએ વૈભવ રેખી સાથે લીધા સાત ફેરા, જુઓ લગ્ન મંડપથી માંડીને તમામ ઇનસાઇડ ફોટો

આપને જણાવી દઈએ કે ત્રણ દિવસ પહેલા ઇડીએ મુંબઇમાં પ્રતાપ સરનાયક અને તેમના પુત્ર વિહંગ સરનાયકના રહેઠાણોની પણ તપાસ કરી હતી. આશરે 175 કરોડ રૂપિયાની મની લોન્ડરીંગના મામલામાં ટોપ્સ ગ્રૂપના પ્રમોટરો અને કેટલાક અન્ય લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :  રણવીર શૌરીને થયો કોરોના, અભિનેતાએ ટ્વીટ કરી આપી માહિતી

અરમાનની વાત કરીએ તો તે રાજ કપૂરની પુત્રી રીમા જૈન અને મનોજ જૈનનો મોટો પુત્ર છે. તેના નાના ભાઈનું નામ આદર જૈન છે. અરમાન જૈન એક બિઝનેસમેન છે, પરંતુ ફેમિલી લાઈનને અનુસરીને, તે 2014 માં એક ફિલ્મમાં હીરો બની ચુક્યો છે. ફિલ્મનું નામ હતું ‘લેકર હમ દીવાના દિલ’. આ ફિલ્મે કંઇ ખાસ કમલ કર્યું ન હતું. અને અરમાન બોલિવૂડમાંથી બહાર નીકળી ગયો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ