Not Set/ અગરિયાની કહાણી ‘રણની ઘાયલ આત્મા’નો મુંબઇ યુનિવર્સિટીના સીલેબસમાં સમાવેશ

રણમાં મીઠું પકવતા છેવાડાના માનવી એવા અગરિયાઓના જીવનના તાણા-વાણાને વણી લેતી 55.20 મીનીટની ડોક્યુમેન્ટરી ફિલ્મ ” રણની ઘાયલ આત્મા “નો મુંબઇ યુનિવર્સિટીના સીલેબસમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

Gujarat Entertainment
agariya film 1 1 અગરિયાની કહાણી 'રણની ઘાયલ આત્મા'નો મુંબઇ યુનિવર્સિટીના સીલેબસમાં સમાવેશ

 સચિન પીઠવા, સુરેન્દ્રનગર@ મંતવ્ય ન્યૂઝ

રણમાં મીઠું પકવતા છેવાડાના માનવી એવા અગરિયાઓના જીવનના તાણા-વાણાને વણી લેતી 55.20 મીનીટની ડોક્યુમેન્ટરી ફિલ્મ ” રણની ઘાયલ આત્મા “નો મુંબઇ યુનિવર્સિટીના સીલેબસમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આઠ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ સહિત કુલ 10 ફિલ્મ ફેસ્ટિવલમાં છવાયા બાદ તાજેતરમાં 2 જુલાઇના મુંબઈ યુનિવર્સિટીની ફેકલ્ટી મીટીંગમાં આ ડોક્યુમેન્ટરી ફિલ્મ કમ્પલસરી સિલેબસમાં સીલેક્ટ થઇ છે.

agariya film 2 અગરિયાની કહાણી 'રણની ઘાયલ આત્મા'નો મુંબઇ યુનિવર્સિટીના સીલેબસમાં સમાવેશ

મુંબઇના ડાયરેક્ટર દિનેશ લખનપાલ રણમાં મીઠું પકવતા અને વર્ષના આઠ મહિના દુનિયાથી અલિપ્ત રહી “કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું” પકવી લોકોનું ભોજન સ્વાદિષ્ટ બનાવતા એવા ગરીબ અને પછાત અગરિયાઓની વેદનાના વાચા આપતી 55.20 મીનીટની ” રણની ઘાયલ આત્મા ” નામની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી. આ ડોક્યુમેન્ટરી ફિલ્મ યુ.એસ.એ., મોસ્કો, સાઉથ કોરીયા, લાગોસ સહિત કુલ આઠ ફિલ્મ ફેસ્ટિવલમાં મળી ન્યુ દિલ્હી ઓપન ફ્રેમ ફિલ્મ ફેસ્ટિવલ અને પંચગીની, મહારાષ્ટ્રના ઓલ લીવીંગ્સ થીંગ્સ એનાવાર્યમેન્ટલ ફિલ્મ ફેસ્ટિવલમાં મળી કુલ 10 નામી ફિલ્મ ફેસ્ટિવલમાં છવાઇ હતી.

agariya film 3 અગરિયાની કહાણી 'રણની ઘાયલ આત્મા'નો મુંબઇ યુનિવર્સિટીના સીલેબસમાં સમાવેશ

રણમાં મીઠું પકવતા અગરિયાની આ ડોક્યુમેન્ટરી ફિલ્મ ” રણની ઘાયલ આત્મા “એ આટલેથી ના અટકતા આ ડોક્યુમેન્ટરી ફિલ્મનો મુંબઇ યુનિવર્સિટીના ડીગ્રી કોર્સ બીએ ઇન મલ્ટીમીડિયા એન્ડ કોમ્યુનિકેશનના થર્ડ ઇયર BAMMCમાં પાંચમાં સેમિસ્ટરમાં નવા સબ્જેક્ટ “ડોક્યુમેન્ટરી એન્ડ એડ ફિલ્મ મેકીંગ”માં કમ્પલસરી સીલેબસમાં સીલેક્શન થયું છે. તાજેતરમાં 2 જુલાઇના મુંબઈ યુનિવર્સિટીની ફેકલ્ટી મીટીંગમાં આ ડોક્યુમેન્ટરી ફિલ્મ કમ્પલસરી સિલેબસમાં સીલેક્ટ થઇ છે.

agariya film 4 અગરિયાની કહાણી 'રણની ઘાયલ આત્મા'નો મુંબઇ યુનિવર્સિટીના સીલેબસમાં સમાવેશ

આ ફિલ્મ જોઇને નેશનલ એવોર્ડ વિજેતા ડાયરેક્ટરનો “હમ તો નમકહરામ હૈ” બેસ્ટ કોમ્પ્લીમેન્ટ હતુ : દિનેશ લખનપાલ ( ડાયરેક્ટર-મુંબઈ )

રણમાં મીઠું પકવતા અગરિયાઓના જીવનને વણી લેતી 55.20 મીનીટની આ ડોક્યુમેન્ટરી ફિલ્મ માટે હું દશથી બાર વખત રણમાં આવી અંદાજે દોઢથી બે વર્ષ સુધી રણ ખુંદી આ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી. જે જોઇને સાઉથના નેશનલ એવોર્ડ વિજેતા ડાયરેક્ટર એ.ભીમસીંગના દિકરાએ આપેલુ કોમ્પ્લીમેન્ટ કે “હમ તો વાકઇ મેં નમકહરામ હૈ” મારા માટે અત્યાર સુધીનું બેસ્ટ કોમ્પ્લીમેન્ટ રહ્યું છે.

 આ ડોક્યુમેન્ટ ફિલ્મ આઠ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં છવાઇ

* ઓપન ફ્રેમ ફિલ્મ ફેસ્ટિવલ, આઇઆઇસી, ન્યુ દિલ્હી-2019
* મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, મુંબઈ- 2020
* સોલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, સાઉથ કોરીયા- 2019
* ન્યુ હાર્વેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, મોસ્કો- 2019
* ઇન્ડેપેન્ડેન્ટ શોર્ટસ એવોર્ડ્સ, હોલિવુડ, લોસ એન્જલસ, યુ.એસ.એ.- 2019
* યુરેશીઆ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, મોસ્કો- 2019
* રીઅલ ટાઇમ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, લાગોસ- 2021
* 18મી કાલપાનિરઝાર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ- કલકત્તા- 2020
* જયપુર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, જયપુર (રાજસ્થાન)- 2021
* ઓલ લિવીંગ્સ થીંગ્સ એનર્વામેન્ટલ ફિલ્મ ફેસ્ટિવલ, પંચગીની (મહારાષ્ટ્ર)- 2021

sago str 5 અગરિયાની કહાણી 'રણની ઘાયલ આત્મા'નો મુંબઇ યુનિવર્સિટીના સીલેબસમાં સમાવેશ