કાશ્મીર અને ચીન સાથેના તંગ વાતાવરણ વચ્ચે ભારત અને પાકિસ્તાનની બોર્ડર ઉપર હાઇએલર્ટ આપવામાં આવ્યું છે. જેને પગલે ગુજરાતમાં જયાં સૌથી વધુ સીમા વિસ્તાર આવેલો છે તેવા સરહદી જિલ્લા કચ્છમાં બોર્ડર ઉપર હાઈ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે. હાઈએલર્ટને પગલે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)નાં જવાનોને હેડક્વાર્ટરથી ખસેડીને સીમા ઉપર વધુ સંખ્યામાં તૈનાત કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
હાઇએલર્ટ વચ્ચે કચ્છ સીમાએ બીએસએફ ઉપરાંત ઇન્ડિયન આર્મી તૈનાત છે તેવામાં એક દુર્ઘટના બની હતી. જેમાં ભારતીય સેનાનાં છ જવાનને સીમા સુરક્ષા દળના જવાનોએ જીવના જોખમે બચાવ્યા હતા. ઘટના અંગે બીએસએફના આઈજી જી.એસ.મલિકે જણાવ્યું હતું કે, આ બનાવ ગઈકાલે રવિવારે કચ્છની કોરી ક્રીકમાં બન્યો હતો.

આ પણ વાંચો :આંખમાં મરચાની ભૂકી નાંખી આંગડિયા પેઢીમાં અઢી કરોડની કરાઈ લૂંટ,પોલીસે આરોપીને ઝડપી લીધો
આર્મીના છ જવાનો સેનાને આપવામાં આવેલી નવી બોટને લઈને ક્રીકમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે બોટ ઊંઘી વળી ગઈ હતી. જેમાં એક જવાનના પેટમાં પાણી ભરાઈ જતા તેની સ્થિતિ ગંભીર હતી. પરંતુ સીમા સુરક્ષા દળની ટીમને આ ઘટના અંગે ખબર પડતાં ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને સેનાનાં જવાનોને બચાવી લેવામાં આવ્યા હતા.

બીએસએફના જવાનો સમયસર બચાવ માટે પહોંચી જતાં મોટી દુર્ધટના બનતા અટકાવી હતી. આ સમગ્ર ઘટનામાં આર્મીના એક જવાનના પેટમાં પાણી જતાં તેને સારવાર આપવામાં આવી હતી. બીએસએફના જવાનો સમયસર બચાવ માટે પહોંચી જતાં મોટી દુર્ધટના બનતા અટકી હતી. બીએસએફ તરફથી જાહેર થયેલી સત્તાવાર યાદીમાં આ સમગ્ર ઘટના અંગે વિગત અપાઈ હતી. આ બચાવ કાર્યવાહી કરનારા પેટ્રોલિંગ પાર્ટીના કમાન્ડર ઇન્સ્પેક્ટર સંદીપને રૂપિયા 2000 અને ટીમના દરેક સભ્યોને 1000-1000 રોકડ પુરસ્કાર સીમા દળના ગુજરાતના વડા ઈન્સ્પેક્ટર જનરલ જી.એસ.મલિકે જાહેર કર્યા હતા.

આ પણ વાંચો :અનોખો અમદાવાદી રિક્ષાવાળો, મોરારીબાપુ થી લઈ બિગ બી સુધીની હસ્તીઓ જેનાથી પ્રભાવિત,જાણો શા
ઉલ્લેખનીય છે કે કચ્છની સરહદમાં રણ, દરિયો અને ક્રિકનો સમાવેશ થાય છે. જેમાંથી મોટાભાગના વિસ્તારની સુરક્ષા BSFના જવાનો કરે છે. કચ્છની સરહદે હંમેશા બીએસએફની ચુસ્ત સુરક્ષા રહે છે. તાજેતરમાં મળેલા ખાસ ઇનપુટ અને 15મી ઓગસ્ટને લઈને પાકિસ્તાન તરફથી જો કોઈ કાંકરીચાળો કરવામાં આવે તો તેનો જડબાતોડ જવાબ આપી શકાય તે માટે સુરક્ષા વધારવામાં આવી હોવાનું સૂત્રોનું કહેવું છે.
આ પણ વાંચો :રાજકોટમાં આજે ૨૫ સેશન સાઈટ પર કોવીશીલ્ડ, ૨ સેસન સાઈટ પર કોવેક્સીન વેકસીનેસન
