Karnataka/ રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં ફરાર આરોપીઓની ધરપકડ, NIAને મળી મોટી સફળતા

તપાસના ભાગરૂપે, મુઝમ્મિલ શરીફ ખાલસા, ચિક્કમંગાલુરનો રહેવાસી છે. જેમણે મુખ્ય આરોપીઓને લોજિસ્ટિક્સ સપોર્ટ આપ્યો હતો. તેની 26 માર્ચના રોજ………

Top Stories India Breaking News

Karnataka News: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ કર્ણાટકના બેંગ્લોરમાં લોકપ્રિય કેફે – ધ રામેશ્વરમ કાફેના બ્લાસ્ટ કેસમાં પશ્ચિમ બંગાળમાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે.

રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં ફરાર અદબુલ માથીન તાહા અને મુસાવીર હુસૈન શાઝેબને કલકત્તા નજીક કોઈ સ્થળ પર (ઠેકાણું) છુપાઈ ગયા હતા જ્યાંથી તપાસના આધારે આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા છે અને NIA ટીમે તેમની ધરપકડ કરી છે.

India Tv - Rameshwaram Cafe Blast case

મુસાવીર હુસૈન શાઝેબે કાફેમાં IED બોમ્બ મૂક્યો હતો અને અબ્દુલ માથીન તાહા પ્લાનિંગ, બ્લાસ્ટને અંજામ આપવો અને કાયદાની જાળમાંથી બચવા પાછળનો માસ્ટરમાઇન્ડ છે. ગત સપ્તાહે, NIAએ વિસ્ફોટને અંજામ આપનાર મુખ્ય આરોપી તરીકે મુસાવીર હુસૈન શાઝેબ અને અબ્દુલ માથીન તાહાને ષડયંત્રકારો તરીકે ઓળખી કાઢ્યા હતા. તપાસમાં માલૂમ પડ્યું છે કે, કેફેમાં વિસ્ફોટને અંજામ આપનાર અને ષડયંત્રકારો બંને કર્ણાટકના શિવમોગા જિલ્લાના તીર્થહલ્લીના રહેવાસી છે.

India Tv - Rameshwaram Cafe Blast case

તપાસના ભાગરૂપે, મુઝમ્મિલ શરીફ ખાલસા, ચિક્કમંગાલુરનો રહેવાસી છે. જેમણે મુખ્ય આરોપીઓને લોજિસ્ટિક્સ સપોર્ટ આપ્યો હતો. તેની 26 માર્ચના રોજ ધરપકડ કરવામાં આવી હતી. NIAના પ્રવક્તાએ જણાવ્યું કે, ફરાર આરોપીઓને શોધવા અને ધરપકડ કરવાના પ્રયાસોના ભાગરૂપે, NIAએ કર્ણાટક, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં 18 સ્થળોએ શોધખોળ હાથ ધરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લોકસભા ચૂંટણી માટે પંચ પાસેથી કઈ કઈ મંજૂરી લેવી પડશે તે જાણો

આ પણ વાંચો:અમિત શાહ બુદ્ધિ વિહારમાં, CM યોગી કૈરાનામાં સભાને સંબોધશે

આ પણ વાંચો:PM નરેન્દ્ર મોદી ઉધમપુરમાં ચૂંટણી પ્રચાર કરશે, રેલી સુરક્ષા છાવણીમાં ફેરવાશે

આ પણ વાંચો:તમામ શાળાઓના અભ્યાસક્રમ, મૂલ્યાંકન પદ્ધતિઓમાં એકરૂપતા જરૂરી: NCPCR