Banaskantha News: બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગની ગાડીઓમાં GPS ટ્રેકર લગાવનારાની ધરપકડ કરવામાં આવી છે. ટ્રેકર લગાવનારા ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. 2023માં પણ ભૂમાફિયાઓએ આ રીતે ટ્રેકર લગાવ્યા હતા. અધિકારીઓની ગાડી નીચે ટ્રેકર લગાવી તેમન રેકી કરાતી હતી. ખાણખનીજ વિભાગે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. તેના પગલે સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
ભૂસ્તર શાસ્ત્રીની ગાડીમાં જીપીએસ ટ્રેકર લગાવવામાં બહુચરાજી તાલુકા ભાજપ ઉપ પ્રમુખ સહિત ત્રણની અટકાયત કરવામાં આવી છે. 2023 ડિસેમ્બરમાં ભૂમાફિયાઓ દ્વારા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ની ગાડી નીચે ટ્રેકર લગાવી રેકી કરવામાં આવતી હતી. ભૂમાફિયા અને રોયલ્ટી ચોરો દ્વારા જીપીએસ સિસ્ટમ લગાવીને અધિકારીઓ અને સ્ટાફ ક્યાં જાય છે તેની વોચ રાખવા માટે વોટ્સએપ ગ્રુપ બનાવીને જાસૂસી કરાતી હતી.
કંબોઈના ભરત ઠાકોર, દુદોષણના આનંદ ઠાકોર અને બહુચરાજી તાલુકા ભાજપ ઉપ-પ્રમુખ ગોવિંદ દરબારની કરાઈ અટકાયત કરવામાં આવી છે. બહુચરાજી તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદ દરબારની નેતાઓ સાથેની તસવીરો પણ સામે આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં આવેલ ખાણ ખનીજ વિભાગની કચેરીની સરકારી ગાડીને સતત ટ્રેકિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. જેને લઈ ખાણખનીજ વિભાગે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બનાસકાંઠા જિલ્લામાં ચાલતી ગેરકાયદે ખાણો અને રેતી સહિતની હેરાફેરીને લઈ ખનીજ માફિયાઓ દ્વારા આ કાવતરું કરવામાં આવ્યું હોવાની આશંકાએ તપાસ શરુ કરાઈ છે.
આ પણ વાંચોઃ બનાસકાંઠાના દિયોદરમાં ખનીજ ચોરો બેફામ
આ પણ વાંચોઃ ભૂસ્તર વિભાગે આંતરરાજ્ય ખનીજચોરી ઝડપી પાડી, રૂ 1.60કરોડ નો મુદ્દામાલ કબ્જે
આ પણ વાંચોઃ ડ્રોન કેમેરાની મદદથી ખનીજચોરી ઝડપાઇ, ખાણ ખનીજ અધિકારીની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ