Anand News/ ખંભાતમાં ગેરકાયદેસર અલ્પ્રાઝોલમ બનાવાતી ફેક્ટરી કેસમાં વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરતી ગુજરાત એ.ટી.એસ.

આણંદના ખંભાત તાલકુાના નેજા ગામમાંઆવેલ ગ્રીનલાઇફ ઇન્ડસ્ટ્રીઝમાં રેઇડ કરવામાં આવી હતી

Gujarat

Anand News : ગુજરાત ATS દ્વારા ગત તા.૨૩/૦૧/૨૦૨૫ ના રોજ આણંદના ખંભાત તાલકુાના નેજા ગામમાં આવેલ ગ્રીનલાઇફ ઇન્ડસ્ટ્રીઝમાં રેઇડ કરી માદક પદાર્થ બનાવતી મેન્યુફેક્ચરિંગ યુનિટ શોધી કાઢવામાં આવ્યું હતું. જેમાં ૧૦૭ કિલો અલ્પ્રાઝોલમ, અંદાજીત કિં. રૂ. 107 કરોડનો જથ્થો તથા 2518 કિલો અન્ય કેમીકલ પકડી પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ આ સાથે સંકળાયેલા 500 કિલો ડ્રામાડોલ ધોળકા ખાતેના વેર હાઉસમાંથી પકડી પાડવામાંઆવ્યું હતું. આ ગુનામાં સામેલ કુલ 6આરોપીઓ અજય જૈન, નવજય મકવાણા, હેમન્ત પટેલ, લાલજી મકવાણા રણજીત ડાભી તથા જયદીપ મકવાણા ની ધરપકડ કરી તેમની સામે NDPS [Narcotic Drugs and Psychotropic Substances] Act હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાયથવાહી કરવામાં આવી હતી.

તપાસ દરમ્યાન જાણવા મળેલ કે ઉપરોક્ત ગુનાનો આરોપી અજય જૈન ગેરકાયદેસર માદક પદાર્થ અલ્પ્રાઝોલમ અને રામાડોલ આરોપી નવજય મકવાણા પાસેથી મેળવી અસ્ટ્લમ ખાન, કાલરુામ પાટીદાર અનેસરકલ મોહમ્મદ નામના માણસોને વેંચાણથી આપતો હતો. અસલમ ખાન દ્વારા પાંચ કિલો અલ્પ્રાઝોલમ માટે રૂ.૧૫ લાખ તથા કાલરુામ પાટીદાર અને સરકલ મોહમ્મદ દ્વારા 11 કિલો અલ્પ્રાઝોલમ માટે રૂ.30 લાખ આરોપી અજય જૈનને આંગડિયા દ્વારાચુકવણી કરવામાંઆવી હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

ઉપરાંત આ શખ્સો દ્વારા 107 કિલો અલ્પ્રાઝોલમ બનાવવા માટે રૂ.30 લાખ એડવાન્સમાં આપેલ હોવાની વિગતો જાણવા મળી હતી. જેને આધારે પકડાયેલ આરોપીઓની પુછપરછ બાદ વોન્ટેડ આરોપીઓ અસ્લમખાન હાજીઆલમ ખાનની જાવરા, મધ્યરદેશ ખાતેથી, કાલરુામ પાટીદારની મધ્યરદેશથી, સરકલ મોહમ્મદની રજસ્થાન ખાતેથી ધરપકડ કરવામાંઆવી હતી. આરોપી અસ્લમ ખાન હાજીઆલમ ખાન સામે એરોડ્રોમ પો.સ્ટ્ટે. ખાતેના ગુનામાં ૧૦ વર્ષની સજા થયેલી છે. જ્યારે કાલરુામને 2 વર્ષની સજા થયેલી છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટના જન્માષ્ટમીનો મેળો પાંચ દિવસ ચાલશે

આ પણ વાંચો:રાજકોટનો લોકમેળો રવિવાર સુધી લંબાયોઃ લોકો રાજીના રેડ

આ પણ વાંચો:રાજકોટ:  25 ફેબ્રુ.ના રોજ બેડી માર્કેટ યાર્ડ ખાતે યોજાશે ગરીબ કલ્યાણ મેળો