Anand News/ આણંદના હાડગુડ ગામે ગેરકાયદે કતલખાનું ઝડપાયું, 7 જીવતા પશુ મુક્ત કરાવાયા

આણંદના હાડગુડ ગામે ગેરકાયદે કતલખાનું (Slaughterhouse)ઝડપાયું. પોલીસે 7 જીવતા પશુઓને મુક્ત કરાવ્યા

Gujarat Others Breaking News
slaughterhouse

Anand News: આણંદ જિલ્લાના હાડગુડ ગામેથી ગેરકાયદે કતલખાનું (Slaughterhouse)ઝડપાયું છે. મોડી રાત્રે આણંદ ટાઉન પોલીસે મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસે 7 જીવતા પશુઓને મુક્ત કરાવ્યા હતા અને ગૌમાંસનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ કાર્યવાહીથી ગામમાં ચકચાર મચી ગઈ છે.

હાડગુડ ગામેથી Slaughterhouse ઝડપાયુ

મળતી માહિતી મુજબ, હાડગુડ ગામે ગેરકાયદે કતલખાનું ચાલતું હોવાની માહિતીના આધારે આણંદ ટાઉન પોલીસે (Anand Town Police)મોડી રાત્રે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના દરોડાથી સ્થળ પર દોડધામ મચી ગઈ હતી.

7 જીવતા પશુઓને મુક્ત કરાવાયા

પોલીસે કાર્યવાહી દરમિયાન 7 જીવતા પશુઓ (animals)ને મુક્ત કરાવ્યા હતા. સ્થળ પરથી ગૌમાંસનો મોટો જથ્થો પણ મળી આવ્યો હતો. પોલીસે JCBની મદદથી ગૌમાંસનો નાશ કરાવ્યો હતો.

9 આરોપી ઝડપાયાની ચર્ચા

આ કાર્યવાહીમાં 9 આરોપીઓ ઝડપાયાની ચર્ચા છે. જોકે, આ અંગે પોલીસ તરફથી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પોલીસ કાર્યવાહીથી ગામમાં ચકચાર મચી ગઈ છે. આણંદ ટાઉન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો:રહેણાંક મકાનમાં ચાલતું ડુક્કરનું ગેરકાયદે કતલખાનું ઝડપાયું, ડુક્કરના માસ સહિત એક બોલેરો જપ્ત

આ પણ વાંચો:અમદાવાદના દાણીલીમડામાં ગેરકાયદેસર કતલખાનું તોડાયું

આ પણ વાંચો:મોટેરા જૂના ગામમાં AMCનું ડિમોલિશન એક્શન: JCB પહોંચતા જ વિરોધ, બાળકો રડ્યા, યુવકે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી