Not Set/ વડોદરા / પિસ્તોલ અને કારતુસ સાથે એકની ધરપકડ

વડોદરા ખાતેથી દેશી બનાવટની પિસ્તોલ તથા 10 જીવતા કારતૂસ સાથે એક આરોપીનીવડોદરા જીલ્લા SOG દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વડોદરાના મુજમહુડા વિસ્તારમાંથી પિસ્તોલ સાથે એક શખ્સ ણે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેરના મુજમહુડા ખાતે આવેલા પ્રતાપબાગ પાસે મળેલ બાતમીના આધારે  વડોદરા એસ.ઓ.જીએ વોચ ગોઠવી હતી. જેમાં  એસ.ઓ.જી.એ રેડ […]

Gujarat Vadodara
gold 3 વડોદરા / પિસ્તોલ અને કારતુસ સાથે એકની ધરપકડ

વડોદરા ખાતેથી દેશી બનાવટની પિસ્તોલ તથા 10 જીવતા કારતૂસ સાથે એક આરોપીનીવડોદરા જીલ્લા SOG દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વડોદરાના મુજમહુડા વિસ્તારમાંથી પિસ્તોલ સાથે એક શખ્સ ણે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેરના મુજમહુડા ખાતે આવેલા પ્રતાપબાગ પાસે મળેલ બાતમીના આધારે  વડોદરા એસ.ઓ.જીએ વોચ ગોઠવી હતી. જેમાં  એસ.ઓ.જી.એ રેડ કરીને મનોજકુમાર પારસીંગભાઇ મંડોળ(ર૭) રહે, ગુલબાર ગામ, થાણા ફળીયુ, તા.ગરબાડા, જી.દાહોદને વગર લાયસન્સે દેશી હાથ બનાવટની 25 હજાર રૂપિયાની કિંમતની માઉઝર(પિસ્તોલ) અને કે.એફ.7.65ના માર્કાના જીવતા કારતૂસ નંગ-10  સાથે ઝડપી પાડ્યો છે.  તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એસ.ઓ.જી દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછમાં મનોજકુમાર પારસીંગભાઇ મંડોળ આ પિસ્તોલ મધ્યપ્રદેશથી એક સરદારજી પાસેથી 25 હજારમાં ખરીદીને લાવ્યો હોવાનું જણાવ્યું હતું.  પોલીસે આર્મ્સ એક્ટ હેઠળનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી આગળની તપાસ આરંભી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.