Not Set/ Arun Jaitley (Funeral) : અરુણ જેટલીએ કર્યુ અનંત યાત્રા તરફ પ્રયાણ, રાજકીય સમ્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર

પૂર્વ નાણાંમંત્રી અને ભાજપનાં વરિષ્ઠ નેતા અરૂણ જેટલીનું 66 વર્ષની આયુએ શનિવારે એઈમ્સમાં નિધન થયું હતુ. એઈમ્સમાં બપોરનાં 12 વાગ્યાને 07 મિનિટમાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. આજે એટલે કે રવિવારે તેમનું અંતિમ સંસ્કાર નિગમ બોધ ઘાટ ખાતે કરવામાં આવશે. તેમના પાર્થિવ દેહને સવારે 10 વાગ્યા બાદ ભાજપનાં મુખ્યાલય ખાતે રાખવામાં આવ્યુ છે જેથી પાર્ટીનાં […]

India

પૂર્વ નાણાંમંત્રી અને ભાજપનાં વરિષ્ઠ નેતા અરૂણ જેટલીનું 66 વર્ષની આયુએ શનિવારે એઈમ્સમાં નિધન થયું હતુ. એઈમ્સમાં બપોરનાં 12 વાગ્યાને 07 મિનિટમાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. આજે એટલે કે રવિવારે તેમનું અંતિમ સંસ્કાર નિગમ બોધ ઘાટ ખાતે કરવામાં આવશે. તેમના પાર્થિવ દેહને સવારે 10 વાગ્યા બાદ ભાજપનાં મુખ્યાલય ખાતે રાખવામાં આવ્યુ છે જેથી પાર્ટીનાં કાર્યકરો અને અન્ય લોકો તેમના અંતિમ દર્શન કરી શકે.

નિગમ બોધ ઘાટ ખાતે અંતિમ સંસ્કારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જેટલીનો આખો પરિવાર ત્યાં હાજર છે. ઘાટ પર ભાજપ અધ્યક્ષ અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ અને ઘણા દિગ્ગજ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ હાજર છે.

અરૂણ જેટલીનો મૃતદેહ નિગમ બોધ ઘાટ પહોંચ્યો. અંતિમ સંસ્કાર પૂરા રાજકીય સમ્માન સાથે કરવામાં આવશે. નિગમ બોધ ઘાટ પર ભાજપ સહિત તમામ પક્ષોનાં દિગ્ગજ રાજકારણીઓ ઉપસ્થિત છે.

પાર્ટી મુખ્યાલયથી પૂર્વ કેદ્રીય મંત્રી અરુણ જેટલીની અંતિમ યાત્રા નિકળી, નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કારની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. બપોરે 2.30 વાગ્યે જેટલીનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિકે ભાજપનાં મુખ્યાલય પહોચી અરુણ જેટલીનાં કર્યા અંતિમ દર્શન.

પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીનાં પાર્થિવ દેહને લોકોનાં અંતિમ દર્શન માટે આજે રાજધાની દિલ્હીમાં તેમના નિવાસસ્થાન કૈલાસ કાલોનથી ભારતીય જનતા પાર્ટીનાં મુખ્ય મથક લાવવામાં આવ્યા હતા. જેટલીનાં પાર્થિવ દેહને ફૂલોથી સજ્જ સેનાનાં વાહનમાં ભાજપનાં મુખ્યાલયમાં લાવવામાં આવ્યો હતો. આજે તેમના પાર્થિવ દેહનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. એઈમ્સમાં લાંબા સમયની બીમારી બાદ પૂર્વ નાણાંમંત્રીનું શનિવારે અવસાન થયું હતુ. ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ અમિત શાહ, કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા, રેલ્વે મંત્રી પિયુષ ગોયલ, અરુણ જેટલીની પત્ની અને પુત્રી અને અન્ય નેતાઓ પાર્ટીનાં મુખ્યાલય પર ઉપસ્થિત રહ્યા હતા.

યુનિયન મિનિસ્ટર હર્ષ વર્ધન, પિયુષ ગોયલ અને ઝારખંડનાં મુખ્યમંત્રી સીએમ રઘુવરદાસે પૂર્વ નાણાંમંત્રી અરુણ જેટલીનાં અંતિમ દર્શન કર્યા.

રક્ષામંત્રી રાજનાથસિંહે ભાજપનાં મુખ્યાલય પહોંચીને પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપનાં સાંસદ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ આર્પણ કરી હતી. પાર્ટીનાં દિગ્ગજ નેતાઓ પાર્ટી મુખ્યાલયમાં હાજર રહ્યા.

9 ઓગષ્ટનાં રોજ 66 વર્ષીય અરુણ જેટલીને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. શનિવારે તેમના અવસાન બાદ દેશની સાથે સાથે અન્ય દેશોએ પણ અરુણ જેટલીનાં નિધન પર શ્રદ્ધાંજલિ આપી હતી. ભાજપનાં નેતા અને પૂર્વ નાણાંમંત્રી અરુણ જેટલીનું આજે નિગમ બોધઘાટ ખાતે બપોરે 2 વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 66 વર્ષનાં જેટલી લાંબા સમયથી આ રોગ સામે લડી રહ્યા હતા. તેમણે રાત્રે 12:07 વાગ્યે અંતિમ શ્વાસ લીધો હતો. જેટલીને શ્વાસની તકલીફ બાદ 9 ઓગષ્ટે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોફ્ટ ટિશ્યુ કેન્સરની પણ સારવાર તેઓ લઈ રહ્યા હતા. નિષ્ણાંત ડોકટરોની એક ટીમ તેમની સારવાર કરી રહી હતી. તે લાઇફ સપોર્ટ સિસ્ટમ પર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.