arunachal pradesh/ અરૂણાચલ વિધાનસભા ચૂંટણીઃ કુલ 142થી 23 સામે ફોજદારી કેસ, 20 સામે ગંભીર ગુના

. અરૂણાચલ પ્રદેશના કુલ 142 ઉમેદવારોમાંથી 23 ઉમેદવાર એટલે કુલ 16 ટકાએ તેમની સામેના ફોજદારી કેસ જાહેર કર્યા છે. જ્યારે 2019માં કુલ 184માંથી 29 ઉમેદવાર એટલે કે 16 ટકે તેમની સામેના ફોજદારી કેસ જાહેર કર્યા હતા. જ્યારે કુલ 20 ઉમેદવાર સામે ગંભીર ગુના છે. 

Top Stories India Trending Breaking News
Beginners guide to 12 1 અરૂણાચલ વિધાનસભા ચૂંટણીઃ કુલ 142થી 23 સામે ફોજદારી કેસ, 20 સામે ગંભીર ગુના

નવી દિલ્હીઃ એડીઆર રિપોર્ટ મુજબ લોકસભા ચૂંટણી 2024ની સાથે-સાથે અરૂણાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પણ યોજાવવાની છે. અરૂણાચલ પ્રદેશના કુલ 142 ઉમેદવારોમાંથી 23 ઉમેદવાર એટલે કુલ 16 ટકાએ તેમની સામેના ફોજદારી કેસ જાહેર કર્યા છે. જ્યારે 2019માં કુલ 184માંથી 29 ઉમેદવાર એટલે કે 16 ટકે તેમની સામેના ફોજદારી કેસ જાહેર કર્યા હતા. જ્યારે કુલ 20 ઉમેદવાર સામે ગંભીર ગુના છે.

આ ઉમેદવારોમાં પક્ષવાર જોઈએ તો ભાજપના કુલ 59 ઉમેદવારમાંથી ચારે તેની સામેના ફોજદારી કેસ જણાવ્યા છે. જ્યારે કોંગ્રેસના 19માંથી ચાર તેની સામે ફોજદારી કેસ જણાવ્યા છે. એનસીપીના 15માંથી ત્રણ અને પીપલ્સ પાર્ટી ઓફ અરૂણાચલના 20માંથી બે ઉમેદવારે તેની સામેના ફોજદારી કેસ જણાવ્યા છે. નેશનલ પીપલ્સ પાર્ટીના 20માંથી બે ઉમેદવારે તેની સામેના ફોજદારી કેસ જાહેર કર્યા છે. જ્યારે 13 અપક્ષ ઉમેદવારોમાંથી એક ઉમેદવારે તેની સામેનો ફોજદારી કેસ જાહેર કર્યો છે.

જ્યારે ગંભીર ગુનાવાળા કેસોની સંખ્યામાં જોઈએ તો ભાજપના 59માંથી નવ ઉમેદવારો એટલે 15 ટકા, કોંગ્રેસના 19માંથી ચાર એટલે 21 ટકા, એનસીપીના 15માંથી ત્રણ એટલે કે 20 ટકા, પીપલ્સ પાર્ટી ઓફ અરૂણાચલના 11માંથી બે ઉમેદવાર એટલે કે 18 ટકા, નેશનલ પીપલ્સ પાર્ટીના 20માંથી બે એટલે કે દસ ટકા સામે ગંભીર ગુના નોંધાયેલા છે.

મહિલાઓ સામેના ગુનામાં ફક્ત બે આરોપીઓએ જ તેમની સામે ફોજદારી કેસ થયો હોવાનું જણાવ્યું છે. તેમા એક પર બળાત્કારનો આરોપ છે અને બીજા પર બળાત્કારના પ્રયાસનો આરોપ છે. આમ સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોની ચૂંટણી પસંદગી સમિતિને ઉમેદવારો પસંદ કરવા માટે આપેલા દિશાનિર્દેશોનું અરૂણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2024માં જરા પણ પાલન થયું નથી. અરૂણાચલમાં ચૂંટણી લડતા બધા રાજકીય પક્ષોએ ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા 10થી 21 ટકા ઉમેદવારોને ટિકિટ આપી છે.

આ ઉપરાંત અરૂણાચલ પ્રદેશમાં 142માંથી કુલ 115 ઉમેદવારો કરોડપતિ છે. આમ કુલ 81 ટકા ઉમેદવારો કરોડપતિ છે. જ્યારે 2019ની ચૂંટણીમાં કુલ 184 ઉમેદવારોમાંથી 131 એટલે કે 71 ટકા ઉમેદવારો કરોડપતિ હતા.

આ ઉપરાંત પાંચ કરોડથી વધુ સંપત્તિ ધરાવતા હોય તેવા 79  એટલે કે 56 ટકા ઉમેદવારો છે, જ્યારે બે કરોડથી પાંચ કરોડની સંપત્તિ ધરાવતા 19 ટકા એટલે કે 13 ટકા ઉમેદવારો છે, 50 લાખથી બે કરોડની સંપત્તિ ધરાવતા 25 એટલે 18 ટકા ઉમેદવારો છે, જ્યારે દસ લાખથી 50 લાખની સંપત્તિ ધરાવતા 16 એટલે કે 11 ટકા ઉમેદવારો છે. જ્યારે દસ લાખથી ઓછી સંપત્તિ ધરાવતા ત્રણ એટલે કે બે ટકા ઉમેદવારો છે.

હવે સૌથી વધુ કરોડપતિ ઉમેદવારોને ટિકિટ આપનારા પક્ષોમાં જોઈએ તો ભાજપે 59માંથી 57 એટલે કે 97 ટકા કરોડપતિ ઉમેદવારોને ટિકિટ આપી છે. નેશનલ પીપલ્સ પાર્ટીએ 20માંથી 16 એટલે કે 80 ટકા ઉમેદવારોને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે 19માંથી 13 એટલે કે 68 ટકા ઉમેદવારોને ટિકિટ આપી છે. જ્યારે પીપલ્સ પાર્ટી ઓફ અરૂણાચલે 11માંથી 9 એટલે કે 82 ટકા કરોડપતિ ઉમેદવારોને ટિકિટ આપી છે. આ બધા ઉમેદવારોની સંપત્તિ એક કરોડ કે તેનાથી વધારે છે.

આમ 2024ની ચૂંટણી લડી રહેલા અરૂણાચલના 142 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. 18.13 કરોડ છે. જ્યારે 2019માં કુલ 184 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 9.86 કરોડ રૂપિયા હતી. હવે પક્ષદીઠ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ જોઈએ તો ભાજપના 59 ઉમેદવારોની 26.05 કરોડ રૂપિયા, નેશનલ પીપલ્સ પાર્ટીના સરેરાશ 20 ઉમેદવારોની સંપત્તિ 16.95 કરોડ રૂપિયા, કોંગ્રેસના 19 વિધાનસભ્યોની સરેરાશ સંપત્તિ 6.89 કરોડ રૂપિયા, જ્યારે પીપલ્સ પાર્ટી ઓફ અરૂણાચલના 11 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 8.95 કરોડ રૂપિયા છે.
ઉમેદવારોના શિક્ષણ અંગે જોઈએ તો પાંચ ઉમેદવારો નિરક્ષર છે. એટલે કે તેમને જરા પણ અક્ષરજ્ઞાન નથી. 46 ઉમેદવારોનું શિક્ષણ પાંચથી બાર ધોરણનું છે. એટલે કે 32 ટકા ઉમેદવાર બારમુ પાસ પણ નથી. જ્યારે 90 ઉમેદવારો એટલે કે 63 ટકા ઉમેદવાર સ્નાતક કે સ્નાકોત્તેર ડિગ્રી ધરાવે છે. અરૂણાચલ વિધાનસભાના કુલ 142 ઉમેદવારોમાંથી ફક્ત સાત જ મહિલા ઉમેદવાર ચૂંટણી લડી રહી છે, એટલે કે ચૂંટણી લડતા કુલ ઉમેદવારોમાં તેનો હિસ્સો માંડ પાંચ ટકા થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમિત શાહ આજે બિહારમાં ગર્જના કરશે, ઔરંગાબાદમાં જનસભાને સંબોધશે

આ પણ વાંચો:આજે PM મોદી MK સ્ટાલિનના ગઢમાં જનસભા સબોધશે, તમિલનાડુના વેલ્લોરમાં રેલી કરશે; મજબૂત સુરક્ષા વ્યવસ્થા

આ પણ વાંચો:‘જેલના પોતાના નિયમો છે…’, સંજય સિંહ અને ભગવંત માનને તિહારમાં કેજરીવાલને મળવા દેવાયા નહોતા