Not Set/ સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટીસ દીપક મિશ્રાનો આજે અંતિમ દિવસ, થયા ભાવુક

નવી દિલ્લી, ચીફ જસ્ટીસ દીપક મિશ્રા સોમવારે પોતાનાં કાર્યકાળના આખરી દિવસનાં કામ માટે કોર્ટ પહોચી ગયા હતા. એમની સાથે નવા ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈ પણ હતા. આ અવસર પર એક વકીલે એમના માટે ગીત ગાયું હતું. ચીફ જસ્ટીસે વકીલને એમ કહીને રોક્યા કે અત્યારે હું દિલથી પ્રતિક્રિયા આપી રહ્યો છું, સાંજે મગજથી બોલીશ. […]

Top Stories India
cji dipak mishra સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટીસ દીપક મિશ્રાનો આજે અંતિમ દિવસ, થયા ભાવુક

નવી દિલ્લી,

ચીફ જસ્ટીસ દીપક મિશ્રા સોમવારે પોતાનાં કાર્યકાળના આખરી દિવસનાં કામ માટે કોર્ટ પહોચી ગયા હતા. એમની સાથે નવા ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈ પણ હતા. આ અવસર પર એક વકીલે એમના માટે ગીત ગાયું હતું. ચીફ જસ્ટીસે વકીલને એમ કહીને રોક્યા કે અત્યારે હું દિલથી પ્રતિક્રિયા આપી રહ્યો છું, સાંજે મગજથી બોલીશ.

ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ પોતાના કાર્યકાળના આખરી 10 દિવસમાં આધાર જેવા મહત્વના મુદ્દે ચુકાદો આપ્યો. કાર્યકાળના અંતિમ દિવસે તેઓ ભાવુક થયા હતા.

કીલે ગીત ગાયું, તુમ જીયો હજારો સાલ

25 મિનીટ ચાલેલી કોર્ટની કાયર્વાહીનાં અંતે એક વકીલે ગીત ગાયું, તુમ જીયો હજારો સાલ. આ દરમ્યાન દીપક મિશ્રાએ એમને રોક્યા હતાં.

જસ્ટીસ રંજન ગોગોઈ ૩ ઓક્ટોબરથી 46 માં નવા ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા તરીકેનો કાર્યભાર સંભાળશે.

જસ્ટીસ દીપક મિશ્રા 1996 માં ઓડીશા હાઇકોર્ટનાં એડીશનલ જજ તરીકે નિયુક્ત થયા હતા. ત્યારબાદ એમનું ટ્રાન્સફર મધ્ય પ્રદેશ હાઇકોર્ટમાં થયું. 1997 માં એમની નિમણુક સ્થાયી જજ તરીકે કરવામાં આવી હતી. એમણે 2009માં પટના હાઇકોર્ટ અને 2010 માં દિલ્લી હાઇકોર્ટનાં ચીફ જસ્ટીસનો હોદ્દો સંભાળ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે એમની નિમણુક 2011 માં થઇ અને 28 ઓગસ્ટ 2017 ના રોજ એમણે ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.