Not Set/ ભારતમાં પ્રતિ મિલિયન કોરોનાનાં 538 દર્દીઓ : ડો.હર્ષવર્ધન

ભારતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. કોરોનાનો કુલ આંકડો 7.5 લાખને પાર કરી ગયો છે. દરમિયાન, કેન્દ્ર સરકાર સતત દાવો કરી રહી છે કે દેશમાં કોઈ કોમ્યુનિટી ટ્રાન્સમિશન નથી. આજે ફરી દેશનાં આરોગ્ય અને કુટુંબ કલ્યાણ પ્રધાન ડો.હર્ષ વર્ધને આ વાતનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે કહ્યું કે, આપણે ટીવી પર જોઇએ છીએ કે ભારત […]

India
f45b33fdfc542eeebfe80b99b42dc3f4 2 ભારતમાં પ્રતિ મિલિયન કોરોનાનાં 538 દર્દીઓ : ડો.હર્ષવર્ધન
f45b33fdfc542eeebfe80b99b42dc3f4 2 ભારતમાં પ્રતિ મિલિયન કોરોનાનાં 538 દર્દીઓ : ડો.હર્ષવર્ધન

ભારતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. કોરોનાનો કુલ આંકડો 7.5 લાખને પાર કરી ગયો છે. દરમિયાન, કેન્દ્ર સરકાર સતત દાવો કરી રહી છે કે દેશમાં કોઈ કોમ્યુનિટી ટ્રાન્સમિશન નથી. આજે ફરી દેશનાં આરોગ્ય અને કુટુંબ કલ્યાણ પ્રધાન ડો.હર્ષ વર્ધને આ વાતનો પુનરોચ્ચાર કર્યો છે.

તેમણે કહ્યું કે, આપણે ટીવી પર જોઇએ છીએ કે ભારત વિશ્વનો ત્રીજો કોરોના વાયરસથી પ્રભાવિત દેશ બન્યો છે. ઘણા લોકો આનાથી પરેશાન છે પરંતુ આપણે તેને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોવાની જરૂર છે. ડો.હર્ષવર્ધન કહે છે કે આપણે વિશ્વનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છીએ. આપણા દેશમાં કોરોના ચેપની સંખ્યા સરેરાશ ચેપગ્રસ્ત વિશ્વનાં દર કરતા ઘણી ઓછી છે. આપને જણાવી દઈએ કે, આજે આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનની અધ્યક્ષતામાં દિલ્હીમાં જીઓએમ બેઠક મળી હતી.

તેમણે કહ્યું, ‘આજે અમારી ચર્ચા દરમિયાન નિષ્ણાતોએ ફરીથી કહ્યું કે, ભારતમાં કોઈ કોમ્યુનિટી ટ્રાન્સમિશન નથી. કેટલાક સ્થાનિક વિસ્તાર હોઈ શકે છે જ્યાં ટ્રાન્સમિશન વધારે છે, પરંતુ દેશ તરીકે કોમ્યુનિટી ટ્રાન્સમિશન નથી.મંત્રીએ કહ્યું કે, આજે આપણો રિકવરી દર 62.08 ટકા છે, વિશ્વમાં આપણો મૃત્યુ દર 2.75 ટકા છે. આપણઓ ડબલિંગ રેટ 21.8 દિવસનો છે. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે ભારતમાં આજ દીવસ સુધી કોઈ કોમ્યુનિટી ટ્રાન્સમિશન થયુ નથી.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના મહત્તમ 24,879 કેસ નોંધાયા હતા અને આ વૈશ્વિક રોગચાળાને કારણે 487 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. દેશમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસની કુલ સંખ્યા હવે 7,67,296 છે. તેમાં 2,69,789 સક્રિય કેસ છે. અત્યાર સુધીમાં 4,76,378 દર્દીઓ ઠીક થઇ ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.