સફળતા/ કોરોના કાળમાં DRDO એ બનાવી DIPCOVAN કીટ, માત્ર આટલા રૂ.માં ખબર પડશે વ્યક્તિના શરીરની એન્ટીબોડી

ડીઆરડીઓએ કોરોનાની જલ્દી તપાસ થઇ શકે તે માટે એન્ટિબોડી ટેસ્ટીંગ કીટ તૈયાર કરી છે. આ કીટનું નામ DIPCOVAN છે. આ કીટમાં શરીરમાં સાર્સ-કોવી-2 વાયરસ અને ફાઇટીંગ પ્રોટીન ન્યુક્લિયો કેપ્સિડ (S&N) બંનેની હાજરીની જાણકારી મેળવી શકે છે.

Top Stories India
A 277 કોરોના કાળમાં DRDO એ બનાવી DIPCOVAN કીટ, માત્ર આટલા રૂ.માં ખબર પડશે વ્યક્તિના શરીરની એન્ટીબોડી

ડીઆરડીઓએ કોરોનાની જલ્દી તપાસ થઇ શકે તે માટે એન્ટિબોડી ટેસ્ટીંગ કીટ તૈયાર કરી છે. આ કીટનું નામ DIPCOVAN છે. આ કીટમાં શરીરમાં સાર્સ-કોવી-2 વાયરસ અને ફાઇટીંગ પ્રોટીન ન્યુક્લિયો કેપ્સિડ (S&N) બંનેની હાજરીની જાણકારી મેળવી શકે છે.

એન્ટીબોડી ટેસ્ટ કીટ DIPCOVAN

DRDOએ કોરોના વાયરસની એન્ટિબોડી ટેસ્ટ કીટ તૈયાર કરી છે. કીટનું નામ ‘DIPCOVAN’ રાખવામાં આવ્યું છે.આ ટેસ્ટ કીટ દ્વારા SARS-CoV-2 વાયરસ સાથે સાથે ન્યુક્લિયોકેપ્સિડ પ્રોટીન પણ 97% ની ઉચ્ચ સંવેદનશીલતા અને 99% ની વિશિષ્ટતા સાથે શોધી શકાય છે.

આ પણ વાંચો :ભારત અને પાકિસ્તાનથી આવતી ફ્લાઇટ પર કેનેડાએ વધુ એક મહિનો લગાવ્યો પ્રતિબંધ

દિલ્હી સ્થિત વેનગાર્ડ ડાયગ્નોસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી DRDO દ્રારા આ કીટ બનાવવામાં આવી છે. આ કીટ સંપૂર્ણ સ્વદેશી છે અને અહીંના જ વૈજ્ઞાનિકોએ વિકસાવી છે. દિલ્હીની હોસ્પિટલોમાં આશરે 1000 દર્દીઓ પર પરીક્ષણ કર્યા પછી, તેને માર્કેટમાં મૂકવાની મંજૂરી આપવામાં આવી છે. છેલ્લા એક વર્ષ દરમિયાન આ કિટના ત્રણ બેચમાં હોસ્પિટલોમાં અલગ-અલગ પરીક્ષણ કરવામાં આવ્યા છે.

ICMRએ એપ્રિલમાં ડિપ્કોવન કિટને મંજૂરી આપી હતી અને તે જ મહિનામાં ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ તેના નિર્માણ અને બજારમાં વેચવાની મંજૂરી આપી હતી. વેનગાર્ડ લિમિટેડ વ્યાવસાયિક રૂપે જૂનના પહેલા અઠવાડિયામાં આ કિટને બજારમાં ઉતારશે. લોન્ચિંગ સમયે લગભગ 100 કિટ ઉપલબ્ધ થશે. તેનાથી લગભગ 10 હજાર લોકોનું ટેસ્ટિંગ થશે અને ત્યાર બાદ દર મહિને 500 કિટનું ઉત્પાદન કરવામાં આવશે.

આ પણ વાંચો : દુષ્કર્મ મામલે કંગના રનૌતના બોડીગાર્ડ વિરુદ્ધ નોંધાઈ FIR

માનવ શરીરમાં કોરોના સામે લડવા માટે જરૂરી એન્ટિબોડીઝ અથવા પ્લાઝ્મા શોધી કાઢવું એ DIPCOVAN કીટ તૈયાર કરવાનો હેતુ એ છે. આ કીટની વેલીડીટી 18 મહિનાની હશે. ડીઆરડીઓ દ્વારા વાનગાર્ડ ડાયગ્નોસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી આ કીટ બનાવવામાં આવી છે.

જૂનના પહેલા અઠવાડિયામાં થશે લોંચ

વાનગાર્ડ DIPCOVAN કીટને જૂનના પહેલા અઠવાડિયામાં લોંચ કરશે. પ્રથમ બેચમાં 100 કીટ આપવામાં આવશે. ત્યારબાદ દર મહિને 500 કીટ તૈયાર થશે. આ કિટની કિંમત પ્રતિ ટેસ્ટ રૂ.75 જેટલી હશે. આ કીટ વ્યક્તિની કોરોના અને કોરોના થયા પહેલાના ઇતિહાસ સામે લડવાની ક્ષમતા વિશે શોધવામાં મદદ કરશે.

આ પણ વાંચો :બ્લેક ફંગસ બાદ હવે વ્હાઇટ ફંગસનો ખતરો, અમદાવાદની આ હોસ્પિટલમાં નોંધાયા 3 કેસ

આપને જણાવી દઇએ કે બુધવારે, ICMRએ કોવિસેલ્ફ નામની એક કીટને પણ મંજૂરી આપી દીધી છે, જે રેપીડ એન્ટીજન કીટ છે. આ કીટની મદદથી લોકો ઘરે બેસીને પોતાનો કોરોના ટેસ્ટ કરી શકશે.

sago str 19 કોરોના કાળમાં DRDO એ બનાવી DIPCOVAN કીટ, માત્ર આટલા રૂ.માં ખબર પડશે વ્યક્તિના શરીરની એન્ટીબોડી