Arunachal Pradesh News:અરુણાચલ પ્રદેશના પ્રસિદ્ધ મિશ્મી હિલ્સ રિસોર્ટમાં ગુજરાતના એક પટેલ પરિવારે કથિત રીતે નિયમોનું ઉલ્લંઘન કરીને સ્ટાફ સાથે અત્યંત અપમાનજનક અને આક્રમક વર્તન કર્યું છે. વીડિયો વાયરલ (Viral video) થતાં સમગ્ર વિસ્તારમાં આક્રોશ ફેલાયો છે. પરિવારના ચાર સભ્યો સામે અનિની પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ છે, જેમાં BNSની કલમો સાથે SC/ST એક્ટ પણ ઉમેરવામાં આવ્યો છે.
પરિવારે 18 ફેબ્રુઆરી 2026ના રોજ મિશ્મી હિલ્સ રિસોર્ટમાં ચેક-ઇન કર્યું હતું. આગમન વખતે જ સ્ટાફે તેમને રિસોર્ટની સ્પષ્ટ પોલિસી જણાવી હતી કે બહારનું ખાવાનું અને દારૂ લાવવા-પીવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.આ નિયમ હાઈજીન, સલામતી અને ઓપરેશનલ કારણોસર રાખવામાં આવ્યો છે.તેમ છતાં 20 ફેબ્રુઆરીએ પરિવારે બહારથી દારૂની બોટલો લાવી અને ખુલ્લેઆમ પીવાનું શરૂ કર્યું.
ગુજરાતી પરિવારનો વીડિયો વાયરલ (Viral video)
જ્યારે સ્ટાફે નિયમો યાદ કરાવ્યા ત્યારે આસ્થા દેવેન્દ્ર કુમાર પટેલ અને ધ્રુવ દેવેન્દ્ર કુમાર પટેલે આક્રમક બનીને મહિલા સ્ટાફને બેફામ ગાળો, અશ્લીલ અને જાતીય અપમાનજનક ભાષા વાપરી. ધ્રુવ પટેલે એક મહિલા કર્મચારી પર શારીરિક હુમલાનો પ્રયાસ પણ કર્યો હતો.વીડિયોમાં (Viral video) દેખાય છે કે પરિવારના સભ્યો રિસોર્ટમાં ફરતા-ફરતા સ્ટાફને ગાળો આપી રહ્યા છે અને “રૂલબુક દિખા…” જેવા શબ્દો બોલી રહ્યા છે.અનિની પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRમાં આસ્થા દેવેન્દ્ર કુમાર પટેલ,ધ્રુવ દેવેન્દ્ર કુમાર પટેલ,સ્મિતા દેવેન્દ્ર કુમાર પટેલ અને દેવેન્દ્ર કુમાર પટેલનું નામ સામે નોંધાયું છે.

પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. મહિલા સામે ગુનાહિત બળનો પ્રયોગ, અશ્લીલ કૃત્યો અને ગુનાહિત ધમકી. આ ઉપરાંત SC/ST (અત્યાચાર નિવારણ) એક્ટની કલમો પણ ઉમેરાઈ છે.રિસોર્ટે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો (Viral video) ક્લિપ્સ સાથે વિસ્તૃત નિવેદન જારી કર્યું છે. તેમાં લખ્યું છે “ભારે હૈયે અમારે આ નિવેદન આપવું પડી રહ્યું છે. વર્ષોથી અમે વિશ્વભરના પ્રવાસીઓનું સ્વાગત કરીએ છીએ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનમાં માનીએ છીએ, પરંતુ ગુજરાતના આ મહેમાનોએ સ્ટાફ સાથે અત્યંત અપમાનજનક અને અસ્વીકાર્ય વર્તન કર્યું છે. તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી મોટી કોર્પોરેટ હસ્તીઓ સાથે પ્રભાવશાળી સંબંધો હોવાનો દાવો કરીને અમારી ટીમને ડરાવવાનો પ્રયાસ કર્યો.”
જ્યારે અમને ખબર પડી ત્યારે જિલ્લા પ્રવાસન અધિકારી પણ ત્યાં હાજર હતા. અમે તેમની સાથે નમ્રતાથી વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ગુસ્સે થતાં રહ્યા. અમારા યુવાન સ્ટાફ, જેમાંથી ઘણા આંતરિક વિસ્તારોથી આવે છે, આ ઘટનાથી હચમચી ગયા હતા.” રિસોર્ટના ચેરવુમન રેજીના મિહુએ FIR નોંધાવ્યા પછી પણ, આરોપીએ તેમને ફોન કરીને કેસ પાછો ખેંચવાની અને વીડિયો (Viral video) ડિલીટ કરવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો:અરુણાચલ પ્રદેશમાં ફરી ખીલ્યું કમળ, ઇટાનગરમાં ફટાકડા ફોડ્યા, PM મોદીએ પાઠવ્યા અભિનંદન
આ પણ વાંચો:અરુણાચલ પ્રદેશની નાની બાળકીએ ‘જન ગણ મન’ ગાઈને બધાનું દિલ જીતી લીધું
