ડ્રગ્સ કેસ/ આર્યન ખાનને જામીન મળતાં શાહરૂખના ચહેરા પર હાસ્ય જોવા મળ્યું,તસવીર વાયરલ

આર્યન ખાનના જામીન મંજૂર થયા બાદ શાહરૂખ ખાનના ચાહકોમાં ખુશીની લહેર છે. શાહરૂખ ખાનના ઘર મન્નતની બહાર મોટી સંખ્યામાં ચાહકો એકઠા થઈ રહ્યા છે અને ઉજવણી કરી રહ્યા છે.

Top Stories Entertainment

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી આખરે મંજૂર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ખાન પરિવાર માટે આજનો દિવસ કોઈ તહેવારથી ઓછો નથી. શાહરૂખ ખાનની મન્નતની બહાર દિવાળી જેવો માહોલ છે, તો બીજી તરફ આર્યનની જામીન અરજી મંજૂર થયા બાદ અભિનેતાની પહેલી તસવીર સામે આવી છે.

વાસ્તવમાં ન્યૂઝ એજન્સી ANIએ બે તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં હસતો શાહરૂખ ખાન આર્યન ખાનના ડ્રગ્સ કેસને હેન્ડલ કરી રહેલા વકીલ સતીશ માનશિંદેની લીગલ ટીમ સાથે જોવા મળી રહ્યો છે. સતીશની ટીમે કહ્યું કે, ‘આર્યન ખાનને આખરે બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. આર્યનની ધરપકડ થઈ ત્યારથી કોઈ કબજો નથી, કોઈ પુરાવા નથી, કોઈ ઉપભોગ નથી, કોઈ કાવતરું નથી… સત્યમેવ જયતે.’

 

 

આર્યન ખાનના જામીન મંજૂર થયા બાદ શાહરૂખ ખાનના ચાહકોમાં ખુશીની લહેર છે. શાહરૂખ ખાનના ઘર મન્નતની બહાર મોટી સંખ્યામાં ચાહકો એકઠા થઈ રહ્યા છે અને ઉજવણી કરી રહ્યા છે. જ્યાં એક તરફ ચાહકો ફટાકડા ફોડી રહ્યા છે તો બીજી તરફ આર્યન માટે ચીયર પણ કરી રહ્યા છે. આ સાથે માત્ર આર્યન ખાન જ નહીં પરંતુ મન્નત પણ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહી છે.

આર્યન ઉપરાંત મુનમુન ધમીચા અને અરબાઝ મર્ચન્ટને પણ કોર્ટે જામીન આપ્યા છે. જો કે હાલ કોર્ટમાંથી આદેશની નકલ ન મળવાના કારણે ત્રણેયને શુક્રવાર કે શનિવાર સુધી જેલમાં રહેવું પડશે. ગુરુવારે બોમ્બે હાઈકોર્ટમાં બપોરે 3 વાગ્યે સુનાવણી શરૂ થઈ. સાંજે લગભગ 4.45 વાગ્યે, કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો આપ્યો.