Gujarat Weather: સાયક્લોનિક સર્ક્યુલેશનની (Cyclonic circulation) સિસ્ટમની અસરથી આજે ફરીથી સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ (Rain) પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વાતાવરણમાં તાપમાન ઘટતા ઠંડક ફેલાઈ જવા પામશે. રાજ્યમાં ભાવનગર, વડોદરા સહિતના કેટલાક વિસ્તારોમાં ફરીથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, ત્યારે સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં 103 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વડોદરામાં 3.78 ઈંચ અને વડોદરાના પાદરામાં 2.87 ઈંચ વરસાદ વરસ્યો છે.
રવિવારે અમદાવાદ શહેરમાં વરસાદી છાંટા સાથે ભેજવાળું વાતાવરણ રહ્યું હતું. જોકે, આગામી 24 કલાક બાદ વરસાદનું જોર ઘટવાની સંભાવના છે. આજે અમદાવાદ શહેરમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદનું જોર ઘટતા ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના છે.હવામાન વિભાગની આગાહી અનુસાર, અમરેલી, ભાવનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ અને નર્મદામાં પણ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ભારે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે રાજ્યના 110 તાલુકાઓમાં વરસાદ વરસ્યો.ગિરનાર પર ભારે વરસાદના કારણે ભવનાથ ક્ષેત્રમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તો દામોદર કુંડ બે કાંઠે વહેતો થયો હતો. દામોદર કુંડ બે કાંઠે વહેતો થયો હતો. રવિવારે વહેલી સવારથી જૂનાગઢ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદને પગલે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ ટ્વીટ કરીને લોકોને સાવચેત રહેવા અપીલ કરી હતી.
સુરત ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ઓલપાડમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગાજવીજ વરસાદને લઇ ડાંગર પકવતા ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા. અમદાવાદ શહેરમાં કેટલાક વિસ્તારમાં ઝાપટું પડ્યું હતું. વહેલી સવારે વાદળ ગરજતા ભારે વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે.
જોકે, સાંજના 6 વાગ્યા બાદ મેઘરાજાએ સટાસટી બોલાવતાં કાળવાનો ભોકરો પણ બે કાંઠે વહેતો થયો હતો. ધોધમાર વરસાદના પગલે જૂનાગઢના ગિરનાર પરથી પાણીના ધોધ વહેતાં દામોદર કુંડનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. દામોદર કુંડના પૂલ સુધી પાણી પહોંચી ગયું હતું. ભારે વરસાદના પગલે જૂનાગઢમાં દોલતપરામાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા. તો ભવનાથ ભારતી આશ્રમ પાસે પૂરના પાણીમાં તણાઈ ગયેલી કારને કાઢવા આવેલી જેસીબી પણ ફસાયું હતું. બીજી તરફ મોતીબાગ નજીક આવેલા કારવા વોકળાના રોડ પર પાણી ફરી વળ્યા હતા.
આ પણ વાંચો:જૂનાગઢમાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો
આ પણ વાંચો:ગીર સોમનાથ- જૂનાગઢમાં વરસાદે ધડબડાટી બોલાવી, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
આ પણ વાંચો:જૂનાગઢમાં ગિરનાર પર્વત પર વરસાદના લીધે પગથિયા પર વહેતા પાણીથી સર્જાયા રમણીય દ્રશ્યો
