ભરૂચ/ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ હોવાથી સરકાર કોમ્પેનસેસન આપે જેથી જલ્દીથી વેન્ટિલેટર સહિત કોવિડ વોર્ડ શરૂ થાય

મુનિર પઠાન-મંતવ્ય ન્યુઝ ગત શુક્રવારના મધ્યરાત્રીએ ભરૂચની પશ્ચિમ વિસ્તારમાં આવેલ ટ્રસ્ટ સંચાલિત પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં આવેલ કોવિડ વોર્ડના આઈ.સી.યુ. વોર્ડ-૧,૨ માં ગોઝારી આગ લાગી હતી. જેમાં ૨ નર્સિંગ સ્ટાફ અને ૧૬ દર્દીઓ સહિત કુલે ૧૮ લોકો મોતના મુખમાં ધકેલાયા હતા. આગ લાગવાનું મુખ્ય કારણ પ્રાથમિક ધોરણે વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટ માનવામાં આવે છે. જ્યારે એક નર્સના […]

Gujarat Others
Untitled 32 ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ હોવાથી સરકાર કોમ્પેનસેસન આપે જેથી જલ્દીથી વેન્ટિલેટર સહિત કોવિડ વોર્ડ શરૂ થાય

મુનિર પઠાન-મંતવ્ય ન્યુઝ

ગત શુક્રવારના મધ્યરાત્રીએ ભરૂચની પશ્ચિમ વિસ્તારમાં આવેલ ટ્રસ્ટ સંચાલિત પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં આવેલ કોવિડ વોર્ડના આઈ.સી.યુ. વોર્ડ-૧,૨ માં ગોઝારી આગ લાગી હતી. જેમાં ૨ નર્સિંગ સ્ટાફ અને ૧૬ દર્દીઓ સહિત કુલે ૧૮ લોકો મોતના મુખમાં ધકેલાયા હતા. આગ લાગવાનું મુખ્ય કારણ પ્રાથમિક ધોરણે વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટ માનવામાં આવે છે. જ્યારે એક નર્સના ભાઈએ આગ લાગવાનું મુખ્ય કારણ વોર્ડમાં બીડી સિગારેટનું એક લાઈટર માનવામાં આવે છે. બન્ને વિરોધાભાસ વચ્ચે આગ લાગવાનું ચોક્કસ કારણ અત્યાર સુધી જાણી શકાયું નથી. બનેલી ગોઝારી ઘટનાના પગલે તંત્ર અને નેતાઓના વેલ્ફેર હોસ્પિટલની મુલાકાતના દોર શરૂ થયા છે.

રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ટિમ બાદ બીજા દિવસે રાજ્ય કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા પોતાના કાફલા સહિત આવી વેલ્ફેર હોસ્પિટલ અને ભરૂચ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. વેલ્ફેર હોસ્પિટલમાં મૃત પામેલ લોકો માટે ભારે શોક વ્યક્ત કર્યો હતો. તેમજ હોસ્પિટલને થયેલ આર્થિક નુકશાન બાબતે તેઓએ ચિંતા વ્યક્ત કરી હતી. રૂપાણી સરકારે મૃત પામેલા ૧૮ લોકોના પરિવારને ચાર ચાર લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે, જ્યારે ચાર લાખ નહિ પણ આઠ આઠ લાખ રૂપિયા આપવા જોઈએ તેમ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું. તેમજ ટ્રસ્ટ સંચાલિત વેલ્ફેર હોસ્પિટલમાં ફરીથી કોવિડ વેન્ટિલેટર વોર્ડ શરૂ થાય અને દર્દીઓને જલ્દીથી સારવાર મળી રહે તે માટે સરકારે કોમ્પેનસેસન આપવું જોઈએ. ત્યારબાદ ભરૂચની સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા જેમાં સિવિલ આર.એમ.ઓ. એસ.આર.પટેલ સાથે મુલાકાત લઈ કોવિડ વોર્ડમાં પડતી દર્દીઓને તકલીફોનો ચિતાર મેળવ્યો હતો.

મીડિયા સાથે વાતચીત દરમિયાન અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ઓક્સિજનનો ફોર્સ ઓછો પડી રહ્યો છે, વેન્ટિલેટરની સગવડ ઓછી પડી રહી છે તેમજ રેમડીસીવીર ઈન્જેકશન માટે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. તંત્ર ગંભીર બની લોકોને પડતી તકલીફોનું નિરાકરણ લાવે અને ચાલી રહેલી મહામારી અટકાવવા પ્રયાસ કરે. કોંગ્રેસ પ્રદેશ પૂર્વ પ્રમુખ સાથે પ્રદેશ મહામંત્રી રાજેન્દ્રસિંહ રણા, જિલ્લા પ્રમુખ પરીમલસિંહ રણા, પ્રવક્તા નાઝુ ફડવાળા, શહેર પ્રમુખ તેજપ્રીત શોખી સહિતના આગેવાનો હાજર રહી દર્દીઓને પડતી તકલીફો અંગે ચિંતા વ્યક્ત કરી હતી.