@નિકુંજ પટેલ
વારાણસીના જ્ઞાનવ્યાપી કેસનો એએસઆઈ સર્વે રિપોર્ટ પરનો નિર્ણય હવે 24 જાન્યુઆરીએ આવશે. આ કેસની આગામી સુનાવણી 24 જાન્યુઆરીએ નક્કી કરવામાં આવી છે. અગાઉ માનવામાં આવતું હતું કે એએસઆઈ સર્વેનો રિપોર્ટ સાર્વજનિક થશે કે નહિ તેનો નિર્ણય આજે લેવાશે.આજે લેવાશે એવું માનવામાં આવતું હતું. પરંતુ કોર્ટે બન્ને પક્ષોને સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. આ નિર્ણય પહેલા ગુરૂવારે આવવાનો હતો. બાદમાં શુક્રવાર નક્કી થયો અને હવે 24 જાન્યુઆરીએ આવશે, એવું કહેવાય છે.
હિન્દુ પક્ષ આ નિર્ણયને લઈને ભારે ઉત્સાહી છે. હિન્દુ પક્ષ સતત આ રિપોર્ટને સાર્વજનિક કરવાની માંગણી કરી રહ્યો છે. પરતુ મુસ્લિમ પક્ષ રિપોર્ટ સાર્વજનિક કરવા પર વાંધો ઉઠાવી રહ્યો છે.
એએસઆઈએ સીલબંધ કવરમાં જ્ઞાનવ્યાપી સર્વેનો ર્પોર્ટ કોર્ટને સોંપ્યો હતો. ત્યારબાદ હિન્દુ પક્ષ રિપોર્ટને પક્ષકારોને સોંપવાની માંગણી કરી રહ્યો છે. જોકે મુસ્લિમ પક્ષ સાથે એએસઆઈએ પણ કોર્ટમાં સોગંદનામુ કરીને ચરા અઠવાડીયા સુધી તેને સાર્વજનિક ન કરવાની માંગણી કરી છે. એએસઆઈએ હાઈકોર્ટના આદેશને ટાંકીને કહ્યું છે કે હાઈકોર્ટે હાલમાં જ જ્ઞાનવ્યાપી સાથે સંકળાયેલા1991ના મુળ કેસને ફરીથી ચલાવવાનો આદેશ આપ્યો હતો.
હિન્દુ પક્ષના એડવોકેટ સુભાષ નંદન ચતુર્વેદીએ કહ્યું હતું કે એએસઆઈએ પોતાનો સર્વે રિપોર્ટ એક સીલબંધ કવરમાં કોર્ટને સોંપ્યો હતો. અમે કોર્ટને અપીલ કરી છે કે રિપોર્ટ સીલબંધ કવરમાં ન રહે. તેને પક્ષકારોને સોંપવો જોઈએ, જોકે મુસ્લિમ પક્ષ તેને ગુપ્ત રાખવા માંગે છે. જેને પગલે કોર્ટ હવે નક્કી કરશે કે રિપોર્ટ સાર્વજનિક થવો જોઈએ કે નહી.
તે સિવાય અંજુમન ઈંતજામીયા મસ્જીદ કમિટીએ પણ એક અરજી કોર્ટમાં આપી છે. જેમાં જ્ઞાનવ્યાપી ના વજુખાનાની સફાઈની માંગણી કરવામાં આવી છે. કહેવાય છે કે વજુખાનાની માછલીઓ મૃત્યુ પાની રહી છથે અને તેની સફાઈ કરવાની જરૂર છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
