Gundaraj in Haryana/ મોર્નિંગ વોક માટે ગયેલા ક્રાઈમ બ્રાન્ચના ASI સંજીવની ગોળી મારી કરાઈ હત્યા

હરિયાણામાં પોલીસ કર્મચારીની હત્યાનો મામલો સામે આવ્યો છે. અહીં મોર્નિંગ વોક માટે ગયેલા ક્રાઈમ બ્રાન્ચના એએસઆઈ સંજીવની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.

Top Stories India Breaking News
Beginners guide to 2024 07 03T115522.944 મોર્નિંગ વોક માટે ગયેલા ક્રાઈમ બ્રાન્ચના ASI સંજીવની ગોળી મારી કરાઈ હત્યા

Haryana News: હરિયાણામાં પોલીસ કર્મચારીની હત્યાનો મામલો સામે આવ્યો છે. અહીં મોર્નિંગ વોક માટે ગયેલા ક્રાઈમ બ્રાન્ચના એએસઆઈ સંજીવની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. બાઇક સવાર શૂટરોએ પોલીસ કર્મચારીને તેના ઘર પાસે ગોળી મારી હતી.

આ મામલો હરિયાણાના કરનાલનો છે, જ્યાં શૂટરોએ અંધાધૂંધ ગોળીબાર કરીને એક પોલીસ કર્મચારીની હત્યા કરી નાખી. પોલીસે જણાવ્યું કે જ્યારે ASI પોતાના ઘરેથી ફરવા નીકળ્યા હતા ત્યારે બાઇક પર સવાર બદમાશો તેમના ઘરની નજીક આવ્યા અને તેમના માથા પર ગોળી મારી દીધી.

બાઈક સવાર બદમાશોનું કારસ્તાન

ઉલ્લેખનીય છે કે કરનાલમાં આવી ઘટનાઓ સતત વધી રહી છે. અગાઉ ઓંગડ ગામમાં પણ બાઇક સવાર બદમાશોએ ગોળીબાર કર્યો હતો. ASI સંજીવ કરનાલના કુટેલ ગામ પાસે રહેતો હતો. સંજીવ હરિયાણા પોલીસનો કર્મચારી હતો અને તે યમુનાનગરમાં ક્રાઈમ બ્રાન્ચમાં ASI હતો. થોડા સમય પહેલા તેમનું ઓપરેશન થયું હતું.

જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે સંજીવ સવારે ફરવા નીકળ્યા હતા ત્યારે બાઇક પર સવાર બદમાશોએ અહીં આવીને બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એક ગોળી સંજીવના કપાળ પર અને બીજી કમર પર વાગી. જે બાદ સંજીવને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બુલેટના શેલ કબજે કર્યા. બીજી તરફ ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છે. તાજેતરમાં જ સંજીવના ભાઈ અને પિતાનું અવસાન થયું હતું. આવી સ્થિતિમાં પરિવારની જવાબદારી એકલા સંજીવ પર હતી. જોકે, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને નજીકના સીસીટીવી ફૂટેજ શોધી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમરનાથ યાત્રીઓ માટે પોલીસ અને સેનાના જવાનો બન્યા દેવદૂત, મોટી દુર્ઘટના ટળી

આ પણ વાંચો: લોકસભામાં સંબોધન : ‘યુપીની તમામ 80 બેઠકો જીતીશું તો પણ EVM પર વિશ્વાસ નહી આવે’ અખિલેશ યાદવે EVM પર ઉઠાવ્યા સવાલ

આ પણ વાંચો: હાથરસ સત્સંગમાં 120થી વધુના મોત મામલે ભોલે બાબાના મુખ્ય સેવક અને અન્ય આયોજકો વિરુદ્ધ નોંધાયો કેસ