ગાંધીનગર/ હેડકલાર્કનાં પેપર લીક કૌભાંડ મુદ્દે મંડળ ચેરમેન અસિત વોરાએ કરી સ્પષ્ટતા

રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં કૌભાંડ થયા  મુદ્દા આજે ગૌણ સેવા પસંદગી મંડળનાં અધ્યક્ષ અસીત વોરાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

Top Stories Gujarat Others
હેડ ક્લાર્ક પરીક્ષા કૌભાંડ
  • હેડકલાર્કનાં પેપર લીક કૌભાંડ મુદ્દે સ્પષ્ટતા
  • પેપર લીક થયાની કોઇ ફરિયાદ નથી મળી
  • ગૌણ સેવા પસંદગી મંડળ ચેરમેન અસિત વોરાનું નિવેદન
  • પરીક્ષા નિષ્પક્ષ રીતે યોજાય તેવા અમારા પ્રયાસ
  • સાબરકાંઠા પોલીસે 16 જેટલી ટીમો કામે લગાડી
  • અમારી પાસે તથ્યવાળા પુરાવા નથી આવ્યા

રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં કૌભાંડ થયા  મુદ્દા આજે ગૌણ સેવા પસંદગી મંડળનાં અધ્યક્ષ અસીત વોરાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમા તેમણે પરીક્ષામાં થયેલા પેપર લીક કૌભાંડ મુદ્દે સ્પષ્ટતા કરી.

આ પણ વાંચો – દુઃખદ અવસાન / ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું નિધન, CDS બિપિન રાવત સાથે હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયા હતા ઘાયલ

આપને જણાવી દઇએ કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીકની ઘટના થયા બાદ સરકારી તંત્ર દોડતું થયુ છે. એક તરફ પરીક્ષા આપનાર 88 હજાર ઉમેદવારનું ભાવિ જોખમમાં છે, ત્યાં બીજી તરફ, ગૌણ સેવા પસંદગી મંડળનાં ચેરમેન અસિત વોરાએ કહ્યું કે, ગૌણ સેવાને હજુ સુધી પેપર લીક થયાના આધારભૂત અને મજબૂત પુરાવા નથી મળ્યાં. તેમજ પેપર લીક મુદ્દે હજુ સુધી અમને કોઇ લેખિત ફરિયાદ પણ નથી મળી. છતાં જો ગેરીરિત થયેલી હશે તો તંત્ર દ્વારા પગલા લેવાશે.

આ પણ વાંચો – Cricket / અનુરાગ ઠાકુરે કોહલીને આડકતરી રીતે આપી ચેતવણી, કહ્યુ- રમતથી મોટું કોઇ નથી

ઉલ્લખનીય છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત રવિવારે લેવાયેલા હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર શનિવારે રાત્રે જ લીક થઇ ગયુ હોવાના આક્ષેપને લઈને ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રીએ બેઠક બોલાવી હતી. જે બેઠક પૂર્ણ થઈ ગયા બાદ GSSSBનાં ચેરમેન અસિત વોરાએ નિવેદન આપતા કહ્યું કે, તપાસ કામગીરી દરમિયાન કોઈ પુરાવા મળ્યા નથી. સાથે જ સમગ્ર મામલે સાબરાકાંઠા પોલીસ 16 ટીમ સાથે તપાસ કામગીરી કરી રહી છે. મહત્વનું છે કે, સાબરકાંઠાનાં પ્રાંતિજનાં ઉંછા ગામનાં ફાર્મ હાઉસમાંથી પેપર લીક થયાનો AAP પાર્ટી દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે.