પક્ષ પલટો/ આસામના કોંગ્રેસ ધારાસભ્ય સુશાંત બોરગોહેન ભાજપમાં જોડાયા

થોરા મતવિસ્તારના ધારાસભ્યો બોરગોહેન અને બોરાને પાર્ટીના પ્રદેશ મુખ્યાલય ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ ભાવેશ કલિતાની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ હાંસિલ કર્યું હતું

Top Stories
sushant આસામના કોંગ્રેસ ધારાસભ્ય સુશાંત બોરગોહેન ભાજપમાં જોડાયા

આસામ કોંગ્રેસના બે વાર ધારાસભ્ય રહી ચૂકેલા સુશાંત બોરગોહેન અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈના વિશેષ કાર્યકારી અધિકારી (ઓએસડી) બરનાલી સૈકિયા બોરા રવિવારે શાસક ભાજપમાં જોડાયા. બોરગોહેને મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાને મળ્યા હતા આ અંગે  મુખ્યમંત્રીએ ટ્વિટર પર કહ્યું, યુવાન અને મહેનતુ, જો તે અમારી સાથે જોડાય તો પાર્ટીને ઘણી તાકાત અને લાભ મળશે.” હું ભાજપ પરિવારમાં તેમનું સ્વાગત કરું છું.

થોરા મતવિસ્તારના ધારાસભ્યો બોરગોહેન અને બોરાને પાર્ટીના પ્રદેશ મુખ્યાલય ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ ભાવેશ કલિતાની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ હાંસિલ કર્યું હતું . કોંગ્રેસ સચિવ અમિત અગ્રવાલ અને જ્યુબિલી પોદ્દાર વૈશ અને મૃગાંકા જ્યોતિ બરુઆએ  પણ ભાજપમાં જોડાયા હતાં.

બોરગોહેને કહ્યું કે હું કોંગ્રેસમાં ઘણા આંતરિક મુદ્દાઓ અંગે ચિંતિત હતો  તેથી જ મેં ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું અને મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્યના લોકોની સેવા કરીશ. પૂર્વોત્તર રાજ્યમાં ભાજપના નેતૃત્વવાળી સરકારની રચનાના ત્રણ મહિનાની અંદર કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા તેઓ બીજા ધારાસભ્ય છે. ચાર વખતના ધારાસભ્ય રૂપજ્યોતિ કુર્મીએ અગાઉ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને 21 જૂને ભાજપમાં સામેલ થયા હતા.