આસામ/ પત્નીના મૃત્યુથી દુઃખી આસામના ગૃહ સચિવનું ICUમાં કર્યો આપઘાત

આસામના ગૃહ સચિવ સિલાદિત્ય ચેટિયાએ તેમની પત્નીના મૃત્યુ બાદ હોસ્પિટલમાં આપઘાત કર્યો હતો.

Top Stories India Breaking News
YouTube Thumbnail 3 પત્નીના મૃત્યુથી દુઃખી આસામના ગૃહ સચિવનું ICUમાં કર્યો આપઘાત

આસામના ગૃહ સચિવ સિલાદિત્ય ચેટિયાએ તેમની પત્નીના મૃત્યુ બાદ હોસ્પિટલમાં આપઘાત કર્યો હતો. આસામના ગૃહ સચિવ સિલાદિત્ય ચેટિયાએ ગુવાહાટીની એક ખાનગી હોસ્પિટલમાં કથિત રીતે આત્મહત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. લાંબી માંદગી બાદ મંગળવારે તેમની પત્નીનું અવસાન થયું હતું. તેમની પત્ની બ્રેઈન ટ્યુમરથી પીડિત હતી અને છેલ્લા કેટલાક મહિનાઓથી હોસ્પિટલમાં દાખલ હતી.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે 2009 બેચના IPS અધિકારી ચેટિયાએ કથિત રીતે ICUની અંદર પોતાની સર્વિસ પિસ્તોલથી પોતાને ગોળી મારી દીધી હતી. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

તમને જણાવી દઈએ કે રાજ્યના ગૃહ સચિવ તરીકે નિયુક્ત થયા પહેલા, સિલાદિત્ય ચેટિયાએ તિનસુકિયા અને સોનિતપુર જિલ્લાના એસપી અને આસામ પોલીસની 4થી બટાલિયનના કમાન્ડન્ટ તરીકે કામ કર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘કોંગ્રેસ રાજકીય પક્ષ નથી પરંતુ પરિવારની કંપની છે’, પ્રિયંકા ગાંધીને વાયનાડ બેઠક આપવા પર ભાજપના પ્રહાર

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે કમર કસી

 આ પણ વાંચો:PM મોદી આજે ખેડૂતોને સન્માન નિધિનો 17મો હપ્તો કરશે જાહેર , કાશી વિશ્વનાથની પૂજા કરશે