દુર્ઘટના/ લાઇબેરિયામાં ચર્ચમાં ભાગદોડ થતાં 29 લોકોનાં મોત અનેક ઇજાગ્રસ્ત

એક ચર્ચમાં અચાનક ભાગદોડ સર્જાતા 29 લોકોના મોત નિપજ્યાં છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા છે

Top Stories World
CHURCH લાઇબેરિયામાં ચર્ચમાં ભાગદોડ થતાં 29 લોકોનાં મોત અનેક ઇજાગ્રસ્ત

લાઇબેરિયામાં એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી,એક ચર્ચમાં અચાનક ભાગદોડ સર્જાતા 29 લોકોના મોત નિપજ્યાં છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા છે. આ અંગે નાયબ માહિતી પ્રધાને ગુરુવારે રાજ્યના રેડિયોને જણાવ્યું હતું કે લાઇબેરિયાની રાજધાની મોનરોવિયામાં એક ચર્ચની બેઠકમાં નાસભાગમાં 29 લોકો માર્યા ગયા હતા.

જલવા ટોન્પોએ જણાવ્યું હતું કે રાજધાનીની બહારના ન્યુ ક્રૂ ટાઉનમાં ચર્ચમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન આ ઘટના બની હતી.આ ઘટનામાં ઘાયલ થયેલા  લોકોને સત્વેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, “ડોક્ટરોએ કહ્યું કે 29 લોકો મૃત્યુ પામ્યા છે અને કેટલાક ગંભીર હાલતમાં છે,” ટોન્પોએ નજીકની હોસ્પિટલમાંથી રાજ્ય રેડિયો પર કૉલ કરતી વખતે જણાવ્યું હતું. “આ દેશ માટે દુઃખદ દિવસ છે.”એક્ઝોડસ મોરિયાસે, એક રહેવાસી, જેણે ઇવેન્ટમાં હાજરી આપી હતી તે રોઇટર્સે  જણાવ્યું હતું કે જ્યારે સશસ્ત્ર માણસોના એક જૂથે ભીડને લૂંટવાનો પ્રયાસ કર્યો ત્યારે નાસભાગની ઘટના ઘટી હતી.