Not Set/ સિદ્ધપુર/  હોમીયોપેથી હોસ્ટેલના હાલ-બેહાલ, વિદ્યાર્થીઓ માટે પાયાની જરૂરિયાતોનો અભાવ 

નામ બડે ઔર દર્શન છોટે, એવું કહેવું હોય તો રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી સિદ્ધપુરની સરકારી હોમિયોપેથી કોલેજની આ હોસ્ટેલ માટે કહી શકાય. કેમકે 3 વર્ષ પહેલાં પાટણ જિલ્લાના સિદ્ધપુરના દેથળી ગામ નજીક કરોડોના ખર્ચે આ હોસ્ટેલો શરૂ કરવામાં આવી હતી. અને ત્યારે તેના વિશે ઉંચી ઉંચી વાતો કરવામાં આવી હતી. જેમકે ખાનગી હોસ્ટેલને પણ […]

Gujarat Others
આણંદ 2 સિદ્ધપુર/  હોમીયોપેથી હોસ્ટેલના હાલ-બેહાલ, વિદ્યાર્થીઓ માટે પાયાની જરૂરિયાતોનો અભાવ 

નામ બડે ઔર દર્શન છોટે, એવું કહેવું હોય તો રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી સિદ્ધપુરની સરકારી હોમિયોપેથી કોલેજની આ હોસ્ટેલ માટે કહી શકાય. કેમકે 3 વર્ષ પહેલાં પાટણ જિલ્લાના સિદ્ધપુરના દેથળી ગામ નજીક કરોડોના ખર્ચે આ હોસ્ટેલો શરૂ કરવામાં આવી હતી. અને ત્યારે તેના વિશે ઉંચી ઉંચી વાતો કરવામાં આવી હતી. જેમકે ખાનગી હોસ્ટેલને પણ ટક્કર મારે એવી નવી હોસ્ટેલ હશે. પણ આજે આ હોસ્ટેલની હાલત શું છે તે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના મોઢે જ સાંભળીએ…

આ હોસ્ટેલની રિયાલિટી ચેક કરતા હોસ્ટેલમાં બાથરૂમમાં નળ તૂટેલી હાલતમાં છે. જે નળ ચાલુ હાલતમાં છે ત્યાં પાઇપ નથી. એટલે પાણી બધું ફ્લોર પર વહે છે. હોસ્ટેલમાં 4 કુલર છે. જેમાંથી એક પણ કુલર ચાલુ નથી. હોસ્ટેલમાં ફાયર સેફટીના સાધનો છે તો ખરાં પણ શોભાના ગાંઠિયા જેવા. સ્વચ્છતાનો મોટો અભાવ જોવા મળી રહ્યો છે હોસ્ટેલમાં જ્યાં જુવો ત્યાં ગંદકી ખદબદી રહી છે.

સલામતીની કોઈ જ સુવિધા નહિ. ફરિયાદો કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થીઓ દ્વારા પ્રાથમિક સુવિધાઓ ના  અભાવ હોવાના પગલે વિદ્યાર્થીઓ દ્વારા વાંરવારની રજૂઆતો કરવામાં આવી રહી હોવા છતાં પણ કોઇ પણ ફરિયાદ કાને નહિ ધરવામાં આવતી નથી અને કોઈ જ નિકાલ આવતો નથી.  ત્યારે હવે વિદ્યાર્થીઓએ રસ્તા પર બેસી વિરોધ કરવાની પણ નોબત આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.