Gujarat/ અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત? સેટેલાઈટમાં યુવતી સાથે ટપલી મારી કરાઈ છેડતી

ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદ વિકાસના ક્ષેત્રના ખુબ આગળ વધ્યું છે, તો બીજી તરફ શહેરમાં સરકાર દ્વારા મહિલાઓ સુરક્ષિત હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે,

Ahmedabad Gujarat
a 61 અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત? સેટેલાઈટમાં યુવતી સાથે ટપલી મારી કરાઈ છેડતી

ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદ વિકાસના ક્ષેત્રના ખુબ આગળ વધ્યું છે, તો બીજી તરફ શહેરમાં સરકાર દ્વારા મહિલાઓ સુરક્ષિત હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા કરાયેલા આ તમામ દાવાઓ પોકળ સાબિત થઇ રહ્યા છે, એવી જ એક ઘટના સામે આવી છે.

અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાંથી એક યુવતીની છેડતી થઇ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના સેટેલાઈટના જોધપુર ગામમાં આવેલા બંધન પાર્ટી પ્લોટ નજીક બિલ્ડરની આર્કિટેક્ટ પુત્રી સાથે બની છે. સેટેલાઈટ વિસ્તારમાં રહેતી આર્કિટેકટ યુવતી રવિવારે સાંજે તેના ઘરેથી વોક કરવા માટે નીકળી હતી.

આ પણ વાંચો : vadodra: દુમાડ ચોકડી પર થયેલા ધાણીફૂટ ફાયરિંગના CCTV આવ્યા સામે…

તે ચાલતી ચાલતી જ્યારે જોધપુર ગામમાં આવેલા બંધન પાર્ટી પ્લોટ પાસે પહોંચી હતી, ત્યારે આ સમયે સુહાનાને પાછળથી એક્ટિવા ચાલક યુવકે ટપલી મારી હતી, ત્યારબાદ યુવક એક્ટિવા લઈ પુરઝડપે ફરાર થઈ ગયો હતો અને આરોપીને પકડવા માટે બૂમો પાડી પણ કોઈ મદદ મળી ન હતી.

આ ઘટના બાદ યુવતીએ આ અંગે ઘરે જઈ પરિવારના સભ્યોને વાત કરી હતી અને પછીથી આનંદનગર પોલીસે સુહાના સાથે બનેલી ઘટના અંગે એક્ટિવા પાર આવેલા અજાણ્યાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને પોલીસે આ મામલે આસપાસના રૂટના સીસીટીવી ફૂટેજ ચેક કરવા તજવીજ હાથ ધરી છે.