program/ મહેમદાવાદમાં વૃક્ષારોપણ કાર્યક્મ યોજાયો,અનેક યુવાનોએ લીધી આ શપથ

આઝાદી મળ્યા પછીના 50 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડમાંથી વધીને 100 કરોડ જેટલી થઈ ગઈ છે. વસ્તીવધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે.

Gujarat
21 5 મહેમદાવાદમાં વૃક્ષારોપણ કાર્યક્મ યોજાયો,અનેક યુવાનોએ લીધી આ શપથ

આઝાદી મળ્યા પછીના 50 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડમાંથી વધીને 100 કરોડ જેટલી થઈ ગઈ છે. વસ્તીવધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડી છે. આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. એ ઉપરાંત હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ પણ ભયજનક હદે વધ્યું છે. આ ભયજનક પ્રદૂષણને નાથવાના આપણા દેશમાં અનેક ઉપાયો થઈ રહ્યા છે. જેમાંથી એક મહત્વનો ઉપાય છે વૃક્ષારોપણ.હાલ રાજ્યમાં વૃક્ષારોપણ કાર્યક્મ એનજીઓ અને ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યા છે.મહેમદાવાદમાં પણ વૃક્ષારોપણ કાર્યક્મનું આયોજન કરવામાં આવ્યું હતું,શહેરની પડતર જમીન અને આજુબાજુના વિસ્તાર સહિત કબ્રસ્તાનમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ યુવાનોએ શપથ લીધી કે વૃક્ષોનું વાવેતર કરતા રહીશું

ઉલ્લેખનીય છે કે આ વૃક્ષારોપણા કાર્યક્મમાં મહેમદાવાદના યુવકોએ ભાગ લીધો હતો આ વૃક્ષા રોપણ કાર્યક્મમાં  જાવેદ ખોખર (બાબર) સરવર મલેક, સલીમ શેખ,રાજુભાઈ, નટુભાઈએ બાગ લીધો હતો ,આ યુવકોએ  જણાવ્યું હતું કે આવનાર પેઢી માટે કરી રહ્યા છે અને ગ્લોબલ વોર્મિગની સ્થિતિ આખા વિશ્વમાં નિર્માણ પામી છે,વૃક્ષોથી આવનાર પેઢીને સારી અને સ્વસ્થ હવા મળી રહેશે.