Rain forecast/ હાલમાં રાજ્યમાં સિસ્ટમના અભાવે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હાલમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી રાજ્યમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા જરા પણ નથી. આગામી પાંચ દિવસ એટલે કે બાકીનું સમગ્ર અઠવાડિયુ હળવાથી મધ્યમ વરસાદ પડશે તેવો વર્તારો હવામાન વિભાગે આપ્યો છે.

Top Stories Gujarat
Rain Gujarat 1 હાલમાં રાજ્યમાં સિસ્ટમના અભાવે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગાંધીનગરઃ હાલમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી Rain Forecast રાજ્યમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા જરા પણ નથી. આગામી પાંચ દિવસ એટલે કે બાકીનું સમગ્ર અઠવાડિયુ હળવાથી મધ્યમ વરસાદ પડશે તેવો વર્તારો હવામાન વિભાગે આપ્યો છે. આમ છતાં હવામાન વિભાગે ચેતવણી આપતા દરિયામાં કરંટની સંભાવનાને લઈને આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. અમદાવાદમાં બુધવાર અને શુક્રવારે હળવા વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગ મુજબ ઉત્તર ગુજરાત અને દક્ષિણ કચ્છમાં છૂટાછવાયા ઝાપટાનું અનુમાન છે.
ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, Rain Forecast મહીસાગરમાં હળવા વરસાદની આગાહી છે. સુરત, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી અને દમણમાં પણ હળવા ઝાપટાનું અનુમાન છે. દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, હળવા વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો 83 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં 135 ટકા, તો સૌરાષ્ટ્રમાં 105 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. અન્ય ઝોનમાં પણ 60 ટકાથી વધુ વરસાદ ખાબક્યો છે. ગયા વર્ષની Rain Forecast સરખામણીએ અત્યાર સુધીમાં રાજ્યમાં 13 ટકા વધુ વરસાદ વરસ્યો છે.
રાજ્યના 16 તાલુકાઓમાં 60 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. કપરાડામાં સૌથી વધુ 95 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના સાત તાલુકામાં 10 ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે. આ વર્ષે જુલાઈ મહિનામાં Rain Forecast રાજ્યમાં સરેરાશ 17.78 ઈંચ વરસાદ વરસ્યો છે. જૂનમાં વરસેલા રેકોર્ડ બ્રેક વરસાદથી સરેરાશ ટકાવારી જળવાઈ છે. ગયા વર્ષે જુન મહિનામાં 21.25 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આ વર્ષે વરસાદી આફતમાં અત્યાર સુધીમાં 158 લોકોએ જીવ ગુમાવ્યા છે. 58 લોકોના તણાઈ જવાથી મોત થયા છે. પૂર-વાવાઝોડાની સ્થિતિમાં 21 હજાર જેટલા મકાનોને નુકસાન પહોચ્યું છે.

 

આ પણ વાંચોઃ કોવિડ-19/ અમેરિકામાં કોરોનાના કેસમાં ઉછાળો, સાત હજારથી વધુ દર્દીઓ હોસ્પિટલમાં

આ પણ વાંચોઃ OMG!/ બ્રિટનમાં છેલ્લા કેટલાક વર્ષોથી થઇ રહ્યા છે બેંક ખાતા બંધ, જાણો કારણ

આ પણ વાંચોઃ Australia/ ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે મળી આવેલી અજીબ વસ્તુનું રહસ્ય ખુલ્યું, ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સીએ આપ્યું મોટું નિવેદન

આ પણ વાંચોઃ Anju New Video Viral/ પાકિસ્તાનથી ફરી સામે આવ્યો અંજુનો નવો વીડિયો, દુલ્હનના ડ્રેસમાં મળી જોવા..

આ પણ વાંચોઃ બોંબ વિસ્ફોટ/ પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલા પહેલાનો વીડિયો આવ્યો સામે, અત્યાર સુધીમાં 44 લોકોના મોત