Rajkot/ બ્રિટિશરો સમયનું રાજકોટ એરપોર્ટ બન્યું ભૂતકાળ, કર્મચારીઓએ છેલ્લી ફ્લાઇટને સલામી સાથે આપી વિદાય

રાજકોટમાં છેલ્લા 90 વર્ષથી કાર્યરત એરપોર્ટ શુક્રવાર રાત્રે બંધ કરી દેવામાં આવ્યું છે. આ એરપોર્ટે પરથી દિલ્હીની છેલ્લી ફ્લાઇટ રાત્રે 8 વાગ્યે ઉપડી હતી.

Gujarat Rajkot
WhatsApp Image 2023 09 09 at 5.39.25 PM બ્રિટિશરો સમયનું રાજકોટ એરપોર્ટ બન્યું ભૂતકાળ, કર્મચારીઓએ છેલ્લી ફ્લાઇટને સલામી સાથે આપી વિદાય

રાજકોટમાં છેલ્લા 90 વર્ષથી કાર્યરત એરપોર્ટ શુક્રવાર રાત્રે બંધ કરી દેવામાં આવ્યું છે. આ એરપોર્ટે પરથી દિલ્હીની છેલ્લી ફ્લાઇટ રાત્રે 8 વાગ્યે ઉપડી હતી. આ ફ્લાઇટને કર્મચારીઓએ સલામી આપી વિદાય કરી હતી. રાજકોટ આવતી તમામ ફ્લાઈટ્સ આજથી હીરાસરમાં નવનિર્મિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉપડશે.

શું કહે આ એરપોર્ટનો ઈતિહાસ

રાજકોટનું સીવીલ એરપોર્ટ, જેને રાજકોટ એરપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનો સમૃદ્ધ ઇતિહાસ છે. બ્રિટિશ સમયે નિર્મિત આ એરપોર્ટ લગભગ 90 વર્ષથી કાર્યરત છે, તેની શરૂઆત 1934થી થઈ હતી. જ્યારે તેની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી, સૌરાષ્ટ્રની વધતી જતી ઉડ્ડયન જરૂરિયાતોને પહોંચી વળવા એરપોર્ટનું સતત વિસ્તરણ અને આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. 1934માં રાજકોટના મહારાજાએ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. અને તેના ઉદ્ઘાટનની દેખરેખ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, 27 જુલાઈએ પીએમ મોદીના હસ્તે હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે હિરાસર એરપોર્ટ ખાતે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, અને હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ હવેથી ‘રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ’ તરીકે ઓળખાશે.

હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટની વિશેષતાઓ

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ હેઠળ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. રાજકોટથી આશરે 30 કિલોમીટર દૂર, નેશનલ હાઇવે નં-27 નજીક હિરાસર ગામ પાસે 1405 કરોડ રૂપિયાના ખર્ચે આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ એરપોર્ટનું નિર્માણ થયું છે. એરપોર્ટ પર સોલાર પાવર સિસ્ટમ, ગ્રીન બેલ્ટ તથા રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. આ એરપોર્ટ પર પેરેલલ હાફ ટેક્સી-વે, રેપિડ એક્ઝિટ ટેક્સી ટ્રેક, ઇન્ટરિમ ટર્મિનલ બિલ્ડિંગ, કાર્ગો અને એમઆરઓ /હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો: Biggest Update On Ram Temple/ રામ મંદિર પર સૌથી મોટું અપડેટ, PM મોદી આ તારીખે કરશે ઉદ્ઘાટન

આ પણ વાંચો: Morocco Earthquake/ મોરોક્કોમાં ભૂકંપના કારણે ભયંકર તબાહી, 600 થી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

આ પણ વાંચો: G20 Summit 2023 Live:/ આફ્રિકન યુનિયન G-20નું કાયમી સભ્ય બન્યું, PM મોદીએ વિશ્વ નેતાઓની સામે કરી જાહેરાત