Not Set/ નિત્યાનંદ/ લંપટ બાબાઓની યાદીમાં મોખરે, વિચિત્ર દાવાઓ માટે પણ છે જાણીતા, જાણો ભૂતકાળમાં શું દાવાઓ કર્યા છે…?

નિત્યાનંદ પર ભક્તોને ગેરમાર્ગે દોરવાનો પણ આરોપ ગુરુત્વાકર્ષણની થિયરીને ખોટી માને છે નિત્યાનંદ દ.ભારતની પ્રખ્યાત અભિનેત્રી સાથે સેક્સકાંડમાં કુખ્યાત સેક્સ સીડીકાંડને કારણે ઘેરઘેર જાણીતો છે બાબો સાધુ સંતોએ પણ લગાવ્યો અશ્લીલ પ્રદર્શન કર્યાના આરોપ બેંગલુરૂ આશ્રમમાં સાધ્વીની બનાવી હતી સીડી બળાત્કાર, ધમકી, છેતરપિંડી જેવા નિત્યાનંદ સામે અનેક આરોપો સ્વામી નિત્યાનંદનો જન્મ તમિલનાડુના થિરુનામલાઈમાં થયો છે. […]

Top Stories India
nithyananda નિત્યાનંદ/ લંપટ બાબાઓની યાદીમાં મોખરે, વિચિત્ર દાવાઓ માટે પણ છે જાણીતા, જાણો ભૂતકાળમાં શું દાવાઓ કર્યા છે...?

નિત્યાનંદ પર ભક્તોને ગેરમાર્ગે દોરવાનો પણ આરોપ

ગુરુત્વાકર્ષણની થિયરીને ખોટી માને છે નિત્યાનંદ

દ.ભારતની પ્રખ્યાત અભિનેત્રી સાથે સેક્સકાંડમાં કુખ્યાત

સેક્સ સીડીકાંડને કારણે ઘેરઘેર જાણીતો છે બાબો

સાધુ સંતોએ પણ લગાવ્યો અશ્લીલ પ્રદર્શન કર્યાના આરોપ

બેંગલુરૂ આશ્રમમાં સાધ્વીની બનાવી હતી સીડી

બળાત્કાર, ધમકી, છેતરપિંડી જેવા નિત્યાનંદ સામે અનેક આરોપો

સ્વામી નિત્યાનંદનો જન્મ તમિલનાડુના થિરુનામલાઈમાં થયો છે. 12 વર્ષની ઉંમરમાં નિત્યાનંદે દાવો કર્યો કે  નિત્યાનંદ નાની ઉંમરમાં જ સંન્યાસી થઈ ગયા હતા, ત્યારબાદ તેમણે તેમની એક સંસ્થા બનાવી જેનું નામ ધ્યાનપીતમ છે.

પોતાના વિચિત્ર દાવાઓ માટે જાણીતા દક્ષિણ ભારતના લંપટ બાબા સ્વામી નિત્યાનંદ ફરીથી વિવાદમાં છે. લંપટ સ્વામી નિત્યાનંદે તેમના અમદાવાદ આશ્રમના કૌભાંડને કારણે ફરીથી બધાની નજરે ચડી ગયા છે. અમદાવાદનાં હાથીજણ હીરાપુર ખાતે આવેલો નિત્યાનંદ આશ્રમ ફરી એકવાર વિવાદના મધપૂડામાં સપડાયો છે. નિત્યાનંદ આશ્રમની બેંગલુરુ સ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદનાં આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. અને હવે એ કિશોરી ગુમ થયા હોવાનો અહેવાલ સામે આવ્યો છે. નિત્યાનંદ આશ્રમમાંથી કિશોરી ગુમ થવાનો મામલો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બેંગ્લોરથી અમદાવાદ આવેલા માતા-પિતા પોતાના બાળકોની કસ્ટડી માટે વલખા મારી રહ્યા છે. કિશોરીના માતા-પિતાનો આશ્રમ પર આક્ષેપ છે કે, તેમની પુત્રીને આશ્રમમાં ગોંધી રાખવામાં આવી છે, અને સાથે સાથે નિત્યાનંદના હીરાપુરમાં આવેલા આશ્રમ પર બાળકોને  ગોંધી રાખીને તેમની સાથે ગેરરીતિ આચરવામાં આવે છે તેવા આરોપો કરી રહ્યા છે.

આ લંપટ બાબા સ્વામી નિત્યાનંદનો આ કોઈ નવો  વિવાદ નથી. તેમના આશ્રમને લઈને ઘણા વિવાદો સામે આવ્યો છે. આ લંપટ બાબા  સમય પહેલા કરેલા દાવાઓ અંગે પણ જાણીતો છે. એક વાર નિત્યાનંદે દાવા કરતા કહ્યુ હતું કે,  હું  વાંદરા અને ગાય જેવા પ્રાણીઓનાં શરીરમાં મનુષ્યની જેમ અંગો નથી હોતા. હું આધ્યાત્મ દ્વારા પ્રાણીઓના શરીરમાં આ અંગો ઉત્પન કરાવવા સક્ષમ છું. હું આ બાબતને વૈજ્ઞાનિક રીતે પણ સાબિત કરી શકું છું.  આ પ્રયોગ સંબંધિત સોફ્ટવેરના ટેસ્ટિંગ બાદ જ હું આ વાત જણાવી રહ્યો છું. મારી આ વાતને તમે રેકોર્ડ કરી શકો છો.  હું એક વર્ષની અંદર આ વાતને સાબિત કરીને બતાવીશ.  હું વાંદરા, સિંહ અને વાઘ માટે બોલવાની નળી એટલે કે વોકલ કોર્ડ તૈયાર કરી બતાવીશ. ટૂંક સમયમાં તેઓ એવી ગાય સામે લાવશે, જે તમિલ અને સંસ્કૃત ભાષામાં વાત કરશે. આ અગાઉ નિત્યાનંદ દાવો કરી ચૂકયા છે કે તેઓ માત્ર ધ્યાન કરી મોટા મોટા રોગની સારવાર કરી શકે છે.

આ લંટપ બાબા સામે અનેક કાંડનો રેકોર્ડ છે. લંપટ સ્વામી નિત્યાનંદ વર્ષ 2010ની સાલમાં સેકસ સીડી કાંડના લીધે ચર્ચામાં આવ્યા હતા. સેક્સ રેકેટમાં કેટલીક આશ્રમની છોકરીઓ અને દ.ભારતની પ્રખ્યાત અભિનેત્રી સાથે સેક્સકાંડનો વિડિયો પણ વાયરલ થયો હતો. સાધનાની આડમાં સેકસ રેકેટ ચલાવવાના આરોપમાં કર્ણાટક હાઇકોર્ટે નિત્યાનંદની તે દલીલ ફગાવી દીધી હતી.  જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમની અને અભિનેત્રી વચ્ચેનો શારીરિક સંબંધ સહમતિથી બંધાયો હતો. કોર્ટે નિત્યાનંદ અને અન્ય વિરુદ્ઘ આરોપો નક્કી કરવાનો નિર્ણય લીધો હતો. આટલુ જ નહી આ લંપટ સ્વામી ઉપર કેટલાક સાધુ સંતોએ અશ્લીલ પ્રદર્શન કર્યાના પણ આરોપ મૂકાયા હતા. ઉજ્જૈનમાં સિંહસ્થના મેળામાં નિત્યાનંદે ભવ્યાતિભવ્ય પંડાલ બનાવ્યા બાદ તેની કામગીરી કરનાર કામદારોના નાણાં ચૂકવ્યા વગર ભાગી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.