Not Set/ કહેવાતા કાગળનાં વાઘે અંતે પંજો માર્યો, પં.બંગાળમાં પ્રચાર બંધી, અનેક અધિકારીઓની બદલી

અમુક અપવાદોને બાદ કરતા, દેશભરમાં યોજવામાં આવેલ 6 તબક્કાનાં મતદાન અને અનેક હજારોની સંખ્યામાં યોજાયેલી પ્રચાર સભાઓ, રોડ શો અને જનસંપર્ક યાત્રાઓ એકંદરે શાંતી પૂર્ણ રહી છે. જો આપવાદોની વાત કરવામાં આવે તો હાલનાં સમયમાં ચૂંટણી હિંસ બની હોય તેવું એક માત્ર રાજ્ય મગજમાં ઝબુ કે અને એ છે “પશ્ચિમ બંગાળ”. વિવાદીત પ્રચારની ત્વારીખ હિંસા […]

Top Stories India
mamata modi કહેવાતા કાગળનાં વાઘે અંતે પંજો માર્યો, પં.બંગાળમાં પ્રચાર બંધી, અનેક અધિકારીઓની બદલી

અમુક અપવાદોને બાદ કરતા, દેશભરમાં યોજવામાં આવેલ 6 તબક્કાનાં મતદાન અને અનેક હજારોની સંખ્યામાં યોજાયેલી પ્રચાર સભાઓ, રોડ શો અને જનસંપર્ક યાત્રાઓ એકંદરે શાંતી પૂર્ણ રહી છે. જો આપવાદોની વાત કરવામાં આવે તો હાલનાં સમયમાં ચૂંટણી હિંસ બની હોય તેવું એક માત્ર રાજ્ય મગજમાં ઝબુ કે અને એ છે “પશ્ચિમ બંગાળ”.

1491484846 752 કહેવાતા કાગળનાં વાઘે અંતે પંજો માર્યો, પં.બંગાળમાં પ્રચાર બંધી, અનેક અધિકારીઓની બદલીwwp 1 કહેવાતા કાગળનાં વાઘે અંતે પંજો માર્યો, પં.બંગાળમાં પ્રચાર બંધી, અનેક અધિકારીઓની બદલી746452 amit shah 3 કહેવાતા કાગળનાં વાઘે અંતે પંજો માર્યો, પં.બંગાળમાં પ્રચાર બંધી, અનેક અધિકારીઓની બદલી

વિવાદીત પ્રચારની ત્વારીખ

હિંસા અને બંગાળ જાણે કે આ લોકસભા 2019ની ચૂંટણીમાં પરિયાઇ બની ગયા હોય તેમ પહેલી વાર મતદાન સમયે એક રાજકીય કાર્યકરનો ભોગ લેવાયો હતા. તો બીજી વારનાં મતદાનમાં બે કાર્યકરો માર્યા ગયા હતા. અનેક વાર રાજકીય કાર્યકરોમાં અથડામણો જોવામાં આવી, વાણી વિલાસ, હેલિકોપ્ટર લેન્ડીંગની પરવાનગી અને નેતાઓ પર હુમલા. તો ઘણી જગ્યા પર મતદાન ન કરવા દેવાની ફરિયાદો ઉઠી અને સામાઇ પણ ગઇ. તંત્ર દ્રારા દેખીતી રીતે પગલા લેવામાં આવ્યા તેવું કહી શકાય. પરંતુ કાલે ઘટેલી ઘટનાથી પંચને પણ પાણી ચડી ગયું હોય તેવું લાગી રહ્યું છે અને ચૂંટણી પંચે પણ પગલા લીધા છે.

mamata benerjeeee કહેવાતા કાગળનાં વાઘે અંતે પંજો માર્યો, પં.બંગાળમાં પ્રચાર બંધી, અનેક અધિકારીઓની બદલી

ઇતિહાસમાં પહેલીવાર પંચે સંવિધાન અનુચ્છેદ 324નો કર્યો ઉપયોગ

પશ્ચિમ બંગાળમાં હિંસાનાં મામલાને જોતા ચૂંટણી પંચ દ્રારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પ્રચારનાં ઇતિહાસમાં પહેલીવાર ચૂંટણી પંચે સંવિધાન અનુચ્છેદ 324 અંતરગત શિક્ષાત્મક પગલા લેતા ગુરુવાર રાત્રે 10 વાગ્યેથી જ પં.બંગાળનાં આનેક પ્રાંતમાં ચૂંટણી પ્રચાર પર પાબંધી ફરમાવી દીધી છે. તો સાથે સાથે હિંસાને ધ્યાને રાખી ઘણા અધિકારીઓને સ્થાનાંતરિત કર્યા છે. આમાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય સચિવનો પણ સમાવેશ થાય છે

ec 17.04.2019 કહેવાતા કાગળનાં વાઘે અંતે પંજો માર્યો, પં.બંગાળમાં પ્રચાર બંધી, અનેક અધિકારીઓની બદલી

કાલે રાત્રે 10 વાગ્યા પછી પ્રચારનો આ વિસ્તારોમાં અંત

ડમ ડમ

બારાસત

બશીરહાટ

જયનગર

મથુરા

જાધવપુર

ડાયમન્ડ બંદર

દક્ષિણ કોલકાતા

ઉત્તર કોલકાતા