Not Set/ રથયાત્રા live: ગજરાજની આગેવાનીમાં થયું રથનું પ્રસ્થાન, હાથીઓ બન્યા આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદમાં 141મી રથયાત્રાએ  ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યાએ નીકળ્યા છે. રથયાત્રા જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ તેનો રંગ પણ જામતો જાય છે. 100 જેટલી ટ્રકો આ રથયાત્રામાં જોડાઈ છે. જેમાં જુદા જુદા ટેબ્લો તથા પ્રતિકૃતિઓ મુકવામાં આવી છે. ભગવાન કૃષ્ણ દ્વારા કાળી નાગને નાથવામાં આવ્યો તે પ્રસંગ, તો પીએમ […]

Top Stories Ahmedabad Gujarat Trending Videos
live rathyatra રથયાત્રા live: ગજરાજની આગેવાનીમાં થયું રથનું પ્રસ્થાન, હાથીઓ બન્યા આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદમાં 141મી રથયાત્રાએ  ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યાએ નીકળ્યા છે. રથયાત્રા જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ તેનો રંગ પણ જામતો જાય છે. 100 જેટલી ટ્રકો આ રથયાત્રામાં જોડાઈ છે. જેમાં જુદા જુદા ટેબ્લો તથા પ્રતિકૃતિઓ મુકવામાં આવી છે.

ભગવાન કૃષ્ણ દ્વારા કાળી નાગને નાથવામાં આવ્યો તે પ્રસંગ, તો પીએમ મોદીનું મોહરું પહેરીને પણ કેટલાક યુવકો આ ટ્રકમાં આકર્ષણ જમાવી રહ્યા છે. રથયાત્રામાં જોડાયેલી તમામ ટ્રકોમાં રંગબેરંગી સુશોભન કરવામાં આવ્યું છે અને રથ ધીમે ધીમે મોસાળ તરફ આગળ વધી રહી છે.

આ રથયાત્રામાં 17 જેટલા ગજરાજ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ વખતે ગજરાજના શરરી વિવિધ રંગબેરંગી રંગોળી ચિતરવમાં આવી છે. એટલું જ નહીં એક હાથીના મસ્તક પર ભગવાન જગન્નાથનું ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે.

99524dbe092f93613aba2a1fd32024c2 રથયાત્રા live: ગજરાજની આગેવાનીમાં થયું રથનું પ્રસ્થાન, હાથીઓ બન્યા આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદમાં 141મી રથયાત્રાએ  ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યાએ નીકળ્યા છે. ત્યારે અમદાવાદના મેયર બીજલ પટેલે કોર્પોરેશનથી રથયાત્રાને લઇને શુભેચ્છા પાઠવી હતી.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને પાઠવી રથયાત્રાની શુભેચ્છા

તો રથયાત્રા નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા હતા અને તેમણે સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરી હતી. પોણા સાત વાગ્યા આસપાસ વિજય રૂપાણી મંદિર ખાતે પહોંચ્યા અને સોનાની સાવરણી લઈને તેમણે રથયાત્રાની આગળ સફાઈ કરી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ પ્રસંગે તેમની સાથે રહ્યા હતા અને ત્યાર બાદ રથયાત્રાની શરૂઆત થઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ લોકોને રથયાત્રા અને અષાઢી બીજની શુભકામના પાઠવી હતી..

અમદાવાદને હેરિટેજ સિટીમાં સ્થાન મળ્યું છે ત્યારે આ વખતેની રથયાત્રાને પણ હેરિટેજ રથયાત્રા જાહેર કરાઈ છે અને તેની પ્રતિકૃતિ પણ રથયાત્રામાં રજૂ કરાઈ છે…