Not Set/ ATM માંથી નાણાં ઉપાડવાની મર્યાદામાં કરવામાં આવ્યો વધારો, જાણો કેટલો કરવામાં આવ્યો છે વધારો

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ ATM માથી નાંણા ઉપાડવાની મર્યાદામાં વધારો કર્યો છે. હવે દરેક કાર્ડ દીઠ 4500 રૂિપિયાની જગ્યાએ 10,000 રૂપિયા ઉપાડી શકાશે. નોટબંધી બાદ બેન્ક અને ATM માથી નાણાં ઉપાડવાની લિમિટ 2500 કરી દેવામાં આવી હતી ત્યાર બાદ તેને વધારીને 1 જાન્યુઆરીથી 4500 કરી દેવામાં આવી હતી. કરન્ટ અકાઉન્ટ્સમાંથી નાણાં ઉપાડવાની […]

Uncategorized

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ ATM માથી નાંણા ઉપાડવાની મર્યાદામાં વધારો કર્યો છે. હવે દરેક કાર્ડ દીઠ 4500 રૂિપિયાની જગ્યાએ 10,000 રૂપિયા ઉપાડી શકાશે. નોટબંધી બાદ બેન્ક અને ATM માથી નાણાં ઉપાડવાની લિમિટ 2500 કરી દેવામાં આવી હતી ત્યાર બાદ તેને વધારીને 1 જાન્યુઆરીથી 4500 કરી દેવામાં આવી હતી. કરન્ટ અકાઉન્ટ્સમાંથી નાણાં ઉપાડવાની રકમ 50,000 રૂપિયાથી વધારીને 1,00,000 રૂપિયા પર સપ્તાહ કરી દેવામાં આવી છે.

આજે RBI દ્વારા ATM માંથી નાણાં ઉપાડવાની લીમિટમાં વધારો કર્યો હતો. તેની સાથે સાથે બેન્કમાંથી પણ પહેલાની સરખાણીએ સપ્તાહમાં 35 હજાર રૂપિયા કાઢી શકાય છે. અત્યાર સુધીમાં દસ લાખ કરોડ રૂપિયાના નોટ સિસ્ટમાં નાખી દેવામાં આવ્યા છે. અને અંદાજે એક લાખ કરોડ રૂપિયાના નોટ દેશની વિવિધ કરન્સી ચેસ્ટોમાં પહોચાડવામાં આવ્યા છે. ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં RBI નું ફોકસ વધઉ છે.