Bollywood/ ફિલ્મ ‘અતરંગી રે’ના ડાયરેક્ટરનો કોરોના રીપોર્ટ પોઝિટીવ

આનંદે ટ્વીટ કરીને લખ્યું કે, ‘મારો કોરોના રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યો છે. મને કોરોનાનાં લક્ષણો નહોતાં. હું હાલમાં ક્વોરૅન્ટીન છું અને અધિકારીઓના આદેશનું પાલન કરું છું. તાજેતરમાં જ મારા સંપર્કમાં જે આવ્યા છે,

Entertainment
a 469 ફિલ્મ 'અતરંગી રે'ના ડાયરેક્ટરનો કોરોના રીપોર્ટ પોઝિટીવ

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર, સારા અલી ખાન અને ધનુષની ફિલ્મના અતરંગી રે ના દિગ્દર્શક  આનંદ એલ રાયને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. દિગ્દર્શકે ખુદ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી.

આનંદ એલ રાયે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, આજે મારો કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું બધાને જણાવવા માગું છું કે મને કોઈ લક્ષણો નથી અને મારી તબિયત સારી છે. ઓથોરિટીના કહ્યાં પ્રમાણે હાલમાં હું ક્વૉરન્ટીન છું. મારા સંપર્કમાં આવેલા તમામ લોકો ક્વૉરન્ટીન થાય અને સરકારી ગાઈડલાઈનનું પાલન કરે. તમારા સપોર્ટ માટે આભાર.

આપને જણાવી દઈએ કે અક્ષય કુમાર અને સારા અલી ખાને 22 અને 23 ડિસેમ્બરે આગ્રામાં તાજમહલ માટે શૂટિંગ કર્યું હતું. આ સાથે આનંદે સોશિયલ મીડિયા પર શૂટ એક તસવીર શેર કરી હતી.

Instagram will load in the frontend.

શૂટિંગ દરમિયાન સારા અલી ખાને અક્ષય કુમારના શાહજહાં લુકનો ફોટો શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું – ‘કેમ કે આનાથી વધુ અતરંગી નહીં હોય શકે, આ છે મિસ્ટર અક્ષય કુમાર.’ અક્ષયે મહારાજાના અવતારને અપનાવ્યો જ નથી, પરંતુ તે હાથમાં ગુલાબ સાથે રોયલ એક્સપ્રેસન પણ આપી રહ્યો છે. ‘

Instagram will load in the frontend.

આ સાથે જ અક્ષય કુમારે બીટીએસનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે રાજા-મહારાજના કપડામાં જોવા મળી રહ્યો છે. તે હાથમાં ગુલાબ લઈને તાજમહેલની સામે ડાન્સ કરી રહ્યો છે.

Instagram will load in the frontend.

આ વર્ષે ફિલ્મની જાહેરાત કરવામાં આવી અને માર્ચમાં વારાણસીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું હતું. જોકે, કોરોનાને કારણે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ શક્યું નહોતું. ઓક્ટોબર મહિનામાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ પહેલાં રીતિક રોશનને ઓફર કરાઇ હતી. રીતિકે ફિલ્મમાં કામ કરવાની ના પાડતાં અક્ષય કુમારને ઓફર કરાઇ હતી. અક્ષયે માત્ર બે અઠવાડિયા જ શૂટિંગ કર્યું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…