Bharat Jodo Yatra/ અલવરમાં ભારત જોડો યાત્રામાં ફરજ બજાવતા 50 પોલીસકર્મીઓ પર હુમલો,એકની હાલત ગંભીર

અલવરમાં કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રા માટે બિકાનેરથી આવેલા બિકાનેરના લગભગ 50 પોલીસકર્મીઓ પર બદમાશોએ હુમલો કર્યો હતો.

Top Stories India
rajashthan

rajashthan: અલવરમાં કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રા માટે બિકાનેરથી આવેલા બિકાનેરના લગભગ 50 પોલીસકર્મીઓ પર બદમાશોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં બે ડઝન પોલીસકર્મી ઘાયલ થયા છે. પોલીસકર્મીની હાલત નાજુક હોવાનું કહેવાય છે. તેમને જયપુર રીફર કરવામાં આવ્યા છે. નોંધનીય વાત એ છે કે અલવર પોલીસે આટલા મોટા હુમલાને 12 કલાક સુધી છુપાવીને રાખ્યો હતો. પોલીસકર્મીઓ પર હુમલાનો મામલો મંગળવારે સાંજે મીડિયામાં આવ્યો હતો. આ પછી હોબાળો મચી ગયો હતો. સવાલો ઉઠી રહ્યા છે કે અલવર પોલીસે આ હુમલાને આટલા લાંબા સમય સુધી કેમ છુપાવીને રાખ્યો તેના પર સવાલ ઉભો થયો છે, આ ઘટના સોમવારની રાત્રે બની હતી. 

એવું કહેવાય છે કે જ્યાં પોલીસ કર્મચારીઓ પર હુમલો થયો હતો તે જગ્યાને રાત્રે જ ખાલી કરાવવામાં આવી હતી. તેમજ તમામ પોલીસકર્મીઓને સલામત સ્થળે મોકલી દેવામાં આવ્યા હતા. હુમલાનો ભોગ બનેલા પોલીસકર્મીઓ રાહુલ ગાંધીના ભારત પ્રવાસ દરમિયાન ફરજ બજાવવા આવ્યા હતા.

બિકાનેરના આ પોલીસકર્મીઓ અલવરના NEB પોલીસ સ્ટેશન હેઠળના આંબેડકર નગર સ્થિત કોમ્યુનિટી બિલ્ડિંગમાં રોકાયા હતા. સૂત્રોનું કહેવું છે કે પોલીસ અધિકારીઓ ભારત જોડો યાત્રાની સુરક્ષામાં વ્યસ્ત હોવાને કારણે આ ઘટના જાહેર કરવામાં આવી નથી. આ હુમલો સોમવારે રાત્રે થયો હતો કહેવાય છે કે બીકાનેરથી આવેલા એક પોલીસકર્મી રાત્રે લગભગ 9 વાગે ખાવાનું લેવા ગયા હતા. ત્યારે કોમ્યુનિટી બિલ્ડિંગ પાસે એક યુવક ઈ-રિક્ષાચાલક સાથે ઝઘડો કરતો જોવા મળ્યો હતો. પોલીસકર્મીએ પોતાની ફરજ બજાવતા તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તે યુવકે રિક્ષાચાલકને છોડી દીધો અને પોલીસકર્મી સાથે મારપીટ કરવા લાગ્યો. આ પછી બદમાશ લગભગ 40-50 લોકોને પોતાની સાથે લાવ્યો જેમના હાથમાં લાઠીઓ અને અન્ય હથિયાર હતા. બદમાશોના હુમલામાં પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયો હતો. બદમાશોએ તે બિલ્ડિંગ પર પણ હુમલો કર્યો હતો જેમાં પોલીસકર્મીઓ રોકાયા હતા.

વિવાદ/‘બેશરમ રંગ’ પર ભડક્યા પરમહંસ આચાર્ય, ‘જો મને શાહરુખ ખાન મળશે તો હું તેને જીવતો સળગાવી દઈશ’

2024 Lok Sabha Elections/ગઠબંધન તૂટવાને કારણે નબળી પડી ભાજપ, પાર્ટીએ 2024 માટે ખાસ પ્લાન તૈયાર કર્યો

Tamil Nadu/ચેન્નાઈમાં MGRની પ્રતિમાનું ભગવાકરણ! તમિલનાડુનું રાજકારણ ગરમાયું