મુંબઈ/ ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયત્ન મહિલાને પડ્યો ભારે, વીડિયો જોઇ રૂંવાટા થઇ જશે ઉભા

આવી જ એક ઘટના તાજેતરમાં CCTV માં કેદ થઇ છે, જેમા એક મહિલા ઉતાવળમાં ટ્રેનમાં બેેસવા ગઇ અને પછી જે થયુ તે જોઇને તમારા પણ રૂંવાટા ઉભા થઇ જશે.

India
11 89 ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયત્ન મહિલાને પડ્યો ભારે, વીડિયો જોઇ રૂંવાટા થઇ જશે ઉભા

આજની ઝડપી ગતિએ ભાગતી લાઇફ સ્ટાઇલમાં આપણે પણ ક્યારેક કામમાં ઝડપ કરવાનું વિચારતા હોઇએ છીએ, પરંતુ ક્યારે આ ઉડપ કરવાની ઉતાવળ આપણા માટે હાનિકારક સાબિત થઇ શકે છે. આવી જ એક ઘટના તાજેતરમાં CCTV માં કેદ થઇ છે, જેમા એક મહિલા ઉતાવળમાં ટ્રેનમાં બેેસવા ગઇ અને પછી જે થયુ તે જોઇને તમારા પણ રૂંવાટા ઉભા થઇ જશે.

આ પણ વાંચો – Covid-19 / કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ યથાવત, દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 30 હજારથી વધુ કેસ

આપને જણાવી દઇએ કે, મુંબઈનાં વસઈ રોડ રેલવે સ્ટેશન પર મુસાફરોની સતર્કતાને કારણે એક મહિલાનો જીવ બચ્યો છે. જણાવી દઇએ કે, રવિવારે, એક મહિલા વસઈ રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહી હતી અને આ દરમિયાન તેનો પગ લપસી ગયો હતો. મહિલા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ ગઈ હતી. જોકે, સ્થળ પર હાજર લોકો તુરંત મદદ માટે દોડી આવ્યા અને મહિલાને ખેંચીને બહાર કાઢી હતી. સમગ્ર ઘટના CCTV ફૂટેજમાં કેદ થઈ હતી. ટ્રેનમાં ચઢવાનો પ્રયત્ન કરતી મહિલાનાં ફૂટેજ ન્યૂઝ એજન્સી ANI દ્વારા શેર કરવામાં આવ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેનમાં ચઢતી વખતે મહિલાએ તેનું સંતુલન ગુમાવી દીધુ હતુ અને ઠોકર ખાઈને તે પડી ગઈ હતી. મહિલા ચાલતી ટ્રેન અને પાટા વચ્ચે ફસાઈ ગઈ હતી. આ દરમમિયાન કેટલાક મુસાફરો મહિલાની મદદ માટે દોડી આવ્યા હતા. કેટલાક પોલીસકર્મીઓ પણ મહિલાની મદદ માટે આવતા જોવા મળે છે.

આ પણ વાંચો – MI vs CSK / ધોનીનાં ધુરંધરોએ મારી બાજી, MI ને 20 રને હરાવી CSK એ મેળવ્યું પોઇન્ટ ટેબલમાં નંબર વનનું સ્થાન

મહિલા સાથે થયેલી આ ઘટના બાદ ટ્રેન તુરંત અટકાવી દેવામાં આવે છે અને ભીડ મહિલાને બહાર કાઢવાનું શરૂ કરે છે. લોકોની સતર્કતા અને તત્પરતાને કારણે મહિલાનું જીવન બચાવી શકાયું હતુ. જેના કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો. વસઈ રોડ રેલવે જંકશન મુંબઈ ઉપનગરીય રેલવે નેટવર્કની વેસ્ટર્ન લાઈન અને વસઈ રોડ-રોહા લાઈન પર સ્થિત છે. ગયા અઠવાડિયે વસઈ રોડ રેલવે સ્ટેશન પર જ એક મહિલાને એલર્ટ પોલીસકર્મીએ બચાવી હતી. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની ઘટના પહેલીવાર સામે આવી નથી. આ પહેલા પણ આવી ઘટનાઓ પ્રકાશમાં આવી ચુકી છે.