Cricket/ ટી20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાએ ટીમની કરી જાહેરાત, તમામ દિગ્ગજ ખેલાડીઓ પરત ફર્યા

આગામી ટી 20 વર્લ્ડ કપ માટે ટીમોની જાહેરાત કરવાનુ શરૂ થઇ ગયુ છે. સૌ પ્રથમ ન્યૂઝીલેન્ડે આ ટૂર્નામેન્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી હતી.

Sports
1 145 ટી20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાએ ટીમની કરી જાહેરાત, તમામ દિગ્ગજ ખેલાડીઓ પરત ફર્યા

ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય પસંદગી પેનલે યુએઈ અને ઓમાનમાં યોજાનારા આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જેમાં કેપ્ટન એરોન ફિન્ચ, સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર, પેટ કમિન્સ અને ગ્લેન મેક્સવેલ સામેલ છે.

1 146 ટી20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાએ ટીમની કરી જાહેરાત, તમામ દિગ્ગજ ખેલાડીઓ પરત ફર્યા

 આ પણ વાંચો – Cricket / IPL નો બીજો તબક્કો શરૂ થાય તે પહેલા રાજસ્થાન રોયલ્સને લાગ્યા બે ઝટકા

આગામી ટી20 વર્લ્ડ કપ માટે ટીમોની જાહેરાત કરવાનુ શરૂ થઇ ગયુ છે. સૌ પ્રથમ ન્યૂઝીલેન્ડે આ ટૂર્નામેન્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી હતી. હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ ટી 20 વર્લ્ડ કપ માટે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. એરોન ફિન્ચને ટી 20 વર્લ્ડ કપ 2021 માટે ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. આ સાથે, કેટલાક અનુભવી ખેલાડીઓ પણ આ આગામી ટૂર્નામેન્ટ માટે ટીમમાં પરત ફર્યા છે. સ્મિથ, વોર્નર, કમિન્સ, મેક્સવેલ અને સ્ટોઈનીસ જેવા મોટા ચહેરાઓને ટી 20 વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવી છે. તાજેતરમાં જ આઈસીસીએ ટી 20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું હતુ. સ્ટીવ સ્મિથ અને ફિન્ચ ઈજા બાદ થોડા સમય માટે ટીમમાંથી બહાર હતા, પરંતુ હવે આ બે ખેલાડીઓ ફિટ થઇ ગયા હોવાના કારણે ઓસ્ટ્રેલિયન ટીમને મોટી રાહત મળી છે. કોણીની ઈજાને કારણે સ્ટીવ સ્મિથને વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશનો પ્રવાસ ચૂકવો પડ્યો હતો. વળી, એવી ચર્ચા હતી કે એશિઝ સીરીઝને ધ્યાનમાં રાખીને સ્મિથ ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે. હવે સ્મિથનાં ટીમમાં આવવાથી આ અટકળોનો અંત આવ્યો છે.

 આ પણ વાંચો – T20 world cup / ભારત-પાકિસ્તાનની મેચ પહેલા બાબર આઝમે ભારતને આપી ચેતવણી

ફિન્ચની કેપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલિયન ટીમ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે ગઈ હતી. આ ટી20 સીરીઝ દરમિયાન એરોન ફિન્ચને ઘૂંટણમાં ઈજા થઈ હતી. જે બાદ તે વનડે સીરીઝ અને બાંગ્લાદેશ પ્રવાસમાંથી બહાર થઈ ગયો હતો. જોકે, હવે એરોન ફિન્ચ સંપૂર્ણપણે ફિટ છે અને તેને ફરીથી ટીમની કમાન સોંપવામાં આવી છે. આ સિવાય મેક્સવેલ, પેટ કમિન્સ, સ્ટોઈનિસ અને વોર્નર જેવા મોટા ખેલાડીઓએ પણ બાયો બબલને ટાંકીને વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશનાં પ્રવાસે જવાની ના પાડી દીધી હતી. હવે આ ચાર ખેલાડીઓને ટી20 વર્લ્ડ કપ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. વળી, પેટ કમિન્સને ટીમનાં ઉપ-કેપ્ટન પણ બનાવવામાં આવ્યા છે.

1 147 ટી20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાએ ટીમની કરી જાહેરાત, તમામ દિગ્ગજ ખેલાડીઓ પરત ફર્યા

ઓસ્ટ્રેલિયન ટીમ

એરોન ફિન્ચ (કેપ્ટન), એગર, પેટ કમિન્સ (વાઇસ કેપ્ટન), જોશ હેઝલવુડ, જોશ ઇંગ્લિશ, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચાર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્નસ સ્ટોઇનિસ, સ્વેમ્પસન, મેથ્યુ વેડ, ડેવિડ વોર્નર, એડમ ઝામ્પા