IPL 2021/ ઓસ્ટ્રેલિયાને T20 વર્લ્ડકપ પહેલા લાગ્યો મોટો ઝટકો, આ ઓલરાઉન્ડર IPL માં થયો ઈજાગ્રસ્ત

T20 વર્લ્ડ કપ 2021 પહેલા, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ચિંતિત છે કારણ કે તેના અગ્રણી ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ બુધવારે IPL મેચમાં ઈજાગ્રસ્ત થઇ ગયો છે.

Sports
11 159 ઓસ્ટ્રેલિયાને T20 વર્લ્ડકપ પહેલા લાગ્યો મોટો ઝટકો, આ ઓલરાઉન્ડર IPL માં થયો ઈજાગ્રસ્ત

T20 વર્લ્ડકપ 2021 પહેલા, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ચિંતિત છે કારણ કે તેના અગ્રણી ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ બુધવારે IPL મેચમાં ઈજાગ્રસ્ત થઇ ગયો છે. દુબઈમાં બુધવારે દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (DC vs SRH) વચ્ચેની મેચ દરમિયાન સ્ટોઈનિસ ઈજાગ્રસ્ત થયો હતો. મધ્યમ ઝડપી બોલરે તેની બીજી ઓવરનો પહેલો બોલ ફેંક્યો અને પછી મેદાનની બહાર ચાલ્યો ગયો હતો.

11 161 ઓસ્ટ્રેલિયાને T20 વર્લ્ડકપ પહેલા લાગ્યો મોટો ઝટકો, આ ઓલરાઉન્ડર IPL માં થયો ઈજાગ્રસ્ત

આ પણ વાંચો – IPL 2021 / દિલ્હીની ટીમ ફરી પહોંચી ટોપ પર, જાણો ઓરેન્જ કેપ અને પર્પલ કેપ પર કોનો છે કબ્જો

મળી રહેલી માહિતી અનુસાર, સ્ટોઈનિસને પગની પીંડીમાં ઈજા થઈ હતી. સ્ટોઇનિસની ઈજા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે, કારણ કે T20 વર્લ્ડકપ 2021 ઓક્ટોબરથી શરૂ થવાનો છે, એટલે કે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. દિલ્હી કેપિટલ્સનાં ફિઝિયો પેટ્રિક ફરહાર્ટે મેદાન પર સ્ટોઈનિસની હાલત જોઈ અને ત્યારબાદ ક્રિકેટરે બહાર જવાનો નિર્ણય કર્યો હતો. જો કે, તે જાણી શકાયું નથી કે સ્ટોઈનિસની ઈજા કેટલી ગંભીર છે. રવિચંદ્રન અશ્વિને મેચમાં માર્કસ સ્ટોઈનિસની ઓવરનાં બાકીનાં પાંચ બોલ ફેંક્યા અને 13 રન આપ્યા હતા. સ્ટોઈનીસની જગ્યાએ સ્ટીવ સ્મિથ મેદાનમાં ઉતર્યો હતો. શિખર ધવન, શ્રેયસ અય્યર અને ઋષભ પંતે શાનદાર ઇનિંગ રમીને 13 બોલ બાકી રહેતા દિલ્હીને 8 વિકેટે જીતાડવામાં મદદ કરી હતી. 32 વર્ષીય સ્ટોઈનિસ IPL 2021 નાં ​​પહેલા હાફ બાદ પોતાની પ્રથમ મેચ રમી રહ્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયાનાં વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ પ્રવાસમાંથી ખસી જવું પડ્યું હતુ. જો માર્કસ સ્ટોઈનિસ ઈજાને કારણે 2021 T20 વર્લ્ડકપમાંથી બહાર નીકળી જાય તો તેની જગ્યાએ અનુભવી ઓલરાઉન્ડર ડેન ક્રિશ્ચિયન આવી શકે છે. ક્રિશ્ચિયન ઓસ્ટ્રેલિયા ત્રણ પ્રવાસી રિઝર્વમાંથી એક છે.

11 160 ઓસ્ટ્રેલિયાને T20 વર્લ્ડકપ પહેલા લાગ્યો મોટો ઝટકો, આ ઓલરાઉન્ડર IPL માં થયો ઈજાગ્રસ્ત

આ પણ વાંચો – OMG! / ન્યુઝીલેન્ડની સુરક્ષામાં ગોઠવાયેલા પોલીસકર્મીઓ 27 લાખની ચટ કરી ગયા બિરયાની

ઉલ્લેખનીય છે કે, IPL 2021 ની 33 મી મેચમાં દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને આઠ વિકેટે હરાવ્યું હતુ. પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં નવ વિકેટે 134 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમે 17.5 ઓવરમાં બે વિકેટે 139 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ઈજામાંથી પરત ફરી રહેલા શ્રેયસ અય્યરે 47 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ સાથે જ શિખર ધવને 42 રન બનાવ્યા હતા. આ જીત સાથે દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. તેના નવ મેચમાંથી 14 પોઇન્ટ છે. તે જ સમયે, હૈદરાબાદની પ્લેઓફમાં પહોંચવાની સંભાવના ઓછી છે. આઠમાંથી સાત મેચ હાર્યા બાદ ટીમ બે પોઇન્ટ સાથે તળિયે છે. ટીમે બીજા તબક્કાની શરૂઆતમાં બાકીની 7 મેચમાંથી લગભગ તમામ મેચ જીતવી પડી હતી. જો કે, ટીમ હજુ સુધી સંપૂર્ણપણે બહાર નથી. હવે તે પ્લેઓફમાં પહોંચવા માટે અન્ય ટીમોના પ્રદર્શન પર નિર્ભર રહેશે. વળી, તેઓએ આગામી છ મેચ કોઈપણ કિંમતે જીતવી પડશે.