IND vs ENG/ ટ્રેન્ટ બ્રિજની પિચનો ફોટો સામે આવ્યા બાદ Team India ની વધી ચિંતા

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટની સીરીઝ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. બંને ટીમોની વચ્ચે પ્રથમ ટેસ્ટ 4 ઓગસ્ટથી નોટિંગહામનાં ટ્રેન્ટ બ્રિજ મેદાન પર રમાશે.

Sports
પિચનો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટની સીરીઝ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. બંને ટીમોની વચ્ચે પ્રથમ ટેસ્ટ 4 ઓગસ્ટથી નોટિંગહામનાં ટ્રેન્ટ બ્રિજ મેદાન પર રમાશે. પરંતુ આ મેચ પહેલા પિચની જે તસવીર સામે આવી છે તેનાથી ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું છે.

11 34 ટ્રેન્ટ બ્રિજની પિચનો ફોટો સામે આવ્યા બાદ Team India ની વધી ચિંતા

આ પણ વાંચો – Tokyo Olympics / હારીને પણ લોકોના દિલ જીતી ગયા સતીશ કુમાર, 7 ટાંકા સાથે રમ્યો ક્વાર્ટર ફાઇનલ મુકાબલો

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) નાં સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા શેર કરેલા ફોટામાં પિચ પર ઘણું લીલું ઘાસ દેખાય છે. આ ઘાસ ભારતીય બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી શકે છે અને ઈંગ્લેન્ડનાં ઝડપી બોલરો તેનો પૂરો લાભ લેવાનો પ્રયત્ન કરશે. ઈંગ્લેન્ડની ટીમ ટેસ્ટ સીરીઝમાં સંપૂર્ણ ‘બદલોનાં મૂડ’ માં હોય તેવુ લાગી રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, ભારતે આ વર્ષે ઈંગ્લેન્ડને પોતાના ઘરમાં ટેસ્ટ સીરીઝમાં 3-1થી હરાવ્યું હતું. ટર્નિંગ પિચનો પર ભારતે ઈંગ્લિશ ટીમ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો – Tokyo Olympic 2021 / દુતી ચંદ પાસેથી ભારતને મળી નિરાશા, સેમીફાઈનલમાં ન મેળવી શકી જગ્યા

આવી સ્થિતિમાં, જ્યારે ભારત ઈંગ્લેન્ડનાં પ્રવાસે છે, ત્યારે યજમાનો Green પિચ દ્વારા પોતાનો બદલો લેવાનું વિચારી રહ્યા હોય તેવુ પિચનો દ્રશ્યો જોયા બાદ લાગી રહ્યુ છે. જો પ્રથમ ટેસ્ટમાં આ પિચનો ઉપયોગ કરવામાં આવે તો ઈંગ્લિશ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડ મુલાકાતી બેટ્સમેનો માટે સમસ્યા સર્જી શકે છે. ઈંગ્લેન્ડનો બોલર ડ્યુક ગ્રીન ટોપ વિકેટ પર બોલ સાથે ખૂબ જ ખતરનાક સાબિત થઇ શકે છે.

11 35 ટ્રેન્ટ બ્રિજની પિચનો ફોટો સામે આવ્યા બાદ Team India ની વધી ચિંતા

આ પણ વાંચો – નિવેદન / શાહિદ આફ્રીદીએ કાશ્મીરને લઇને વિવાદાસ્પદ નિવેદન આપ્યું,બીસીસીઆઇ પર સાધ્યું નિશાન

ભારતીય ટીમ વર્તમાન પ્રવાસમાં મેદાનને થોડી સાવધાનીથી લેશે. તેના બે કારણો છે. પ્રથમ, Green ટોપ વિકેટ મળવાની સંભાવના, જે ઝડપી બોલરો માટે મદદરૂપ છે. બીજી બાજુ, ઈંગ્લેન્ડમાં અંતિમ ટેસ્ટ સીરીઝમાં ભારતનું નિરાશાજનક પ્રદર્શન. જણાવી દઈએ કે, વર્ષ 2018 માં ભારતે ઈંગ્લેન્ડની ધરતી પર પાંચ ટેસ્ટની સીરીઝ રમી હતી, જેમાં ટીમ માત્ર એક જ મેચ જીતી શકી હતી. ઈંગ્લેન્ડે સીરીઝ 4-1થી જીતી લીધી હતી. જોકે, અત્યારે ભારત માટે પોઝિટિવ બાબત એ છે કે તેઓએ ટ્રેન્ટ બ્રિજ મેદાન પર એકમાત્ર ટેસ્ટ જીતી હતી. જો કે હવે જોવાનુ રહેશે કે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે આવનારી સીરીઝમાં કેવુ પ્રદર્શન કરે છે.