announce/ ભારત સામેની પાંચમી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડએ કરી પ્લેઈંગ ઈલેવનની જાહેરાત, 1200 વિકેટ લેનારી જોડીને મળી તક

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શુક્રવારે એજબેસ્ટન, બર્મિંગહામ ખાતે પાંચમી પુનઃ નિર્ધારિત ટેસ્ટ રમાશે. ઈંગ્લેન્ડે આ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે

Top Stories Sports
2 2 1 ભારત સામેની પાંચમી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડએ કરી પ્લેઈંગ ઈલેવનની જાહેરાત, 1200 વિકેટ લેનારી જોડીને મળી તક

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શુક્રવારે એજબેસ્ટન, બર્મિંગહામ ખાતે પાંચમી પુનઃ નિર્ધારિત ટેસ્ટ રમાશે. ઈંગ્લેન્ડે આ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. ઇંગ્લેન્ડ માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે પાંચ મેચની આ શ્રેણીમાં 1-2થી પાછળ છે.

ઈંગ્લેન્ડે ભારત સામેની નિર્ણાયક પાંચમી ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનમાં જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડનો સમાવેશ કર્યો છે. આ બંને દિગ્ગજ બોલરોએ મળીને ટેસ્ટ ક્રિકેટમાં 1200 વિકેટ ઝડપી છે. એન્ડરસને 651 ટેસ્ટ વિકેટ અને બ્રોડના નામે 549 ટેસ્ટ વિકેટ છે.

ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન

ભારત સામેની પાંચમી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનમાં એલેક્સ લીસ, જેક ક્રોલી, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (સી), સેમ બિલિંગ્સ (વિકેટમાં), મેથ્યુ પોટ્સ, સ્ટુઅર્ટ બ્રોડ, જેક લીચ અને જેમ્સ એન્ડરસનનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા શુક્રવારથી ઇંગ્લેન્ડ સામે ફરીથી નિર્ધારિત પાંચમી ટેસ્ટમાંથી બહાર થઇ ગયા છે. રોહિતે ગુરુવારે સવારે ફરી એકવાર RAT PCR ટેસ્ટ કરાવ્યો, જેમાં તે ફરીથી કોરોના પોઝિટિવ આવ્યા. અખિલ ભારતીય વરિષ્ઠ પસંદગી સમિતિએ આગામી ટેસ્ટ માટે જસપ્રિત બુમરાહને કેપ્ટન અને ઋષભ પંતને વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. રોહિત શર્મા હજુ સુધી કોરોનામાંથી સાજો થયો નથી. આવી સ્થિતિમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની પાંચમી રિશેડ્યૂલ ટેસ્ટમાં કેપ્ટનશિપ કરશે.