T20 World Cup/ ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બોલિંગનો કર્યો નિર્ણય, પ્રથમ બેટિંગ કરતા દ.આફ્રિકાની શરૂઆત ખરાબ

ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે રમી રહી છે. બન્ને ટીમો વચ્ચેની મેચ અબુ ધાબીનાં શેખ જાયદ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

Top Stories Sports
australia vs south africa

T20 વર્લ્ડકપ 2021માં આજથી સુપર 12 મેચો શરૂ થઈ રહી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે રમી રહી છે. બન્ને ટીમો વચ્ચેની મેચ અબુ ધાબીનાં શેખ જાયદ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચો – T20 World Cup / ભારત વિરુદ્ધ હાઇ વોલ્ટેજ મેચ માટે પાકિસ્તાને તેની 12 સભ્યોની ટીમની કરી જાહેરાત

આપને જણાવી દઇએ કે, પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમે પ્રથમ પાંચ ઓવરમાં જ તેની ચાર વિકેટ ગુમાવી દીધી છે. આ ચાર વિકેટોમાં ટેમ્બા બાવુમા (12), ક્વિન્ટન ડી કોક (7), રાયસી વાન ડેર ડુસેન (2) અને હેનરિક ક્લાસેન (13)ની વિકેટનો સમાવેશ થાય છે. 9 ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાનો સ્કોર ચાર વિકેટે 54 છે. એડીન માર્કરમ અને ડેવિડ મિલરની જોડી ક્રીઝ પર હાજર છે.

દક્ષિણ આફ્રિકાની બેક ટૂ બેક વિકેટ પડી રહી છે.

અહી Click કરી જાણી શકશો Live Score

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા પ્લેઈંગ ઈલેવન:

ઓસ્ટ્રેલિયા:

એરોન ફિન્ચ (કેપ્ટન), ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, સ્ટીવન સ્મિથ, માર્કસ સ્ટોઈનિસ, મેથ્યુ વેડ, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.

દક્ષિણ આફ્રિકા:

ક્વિન્ટન ડી કોક, ટેમ્બા બાવુમા (કેપ્ટન), એડન માર્કરામ, રાસી વાન ડેર ડુસેન, ડેવિડ મિલર, હેનરિક ક્લાસેન, પ્રિટોરિયસ, કાગીસો રબાડા, કેશવ મહારાજ, એનરિક નોર્ટજે, તબરેઝ શમ્સી.